- કલોલમાં 17 લોકોની હત્યાનો આરોપ હતો: ટ્રાયલ દરમ્યાન 22 માંથી 8 આરોપીના નિધન થઈ ગયા હતા
ગુજરાતના 2002ના કોમી રમખાણોના એક કેસમાં અદાલતે પુરાવાના અભાવે 22 આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કર્યો હતો. મહત્વની વાત એ છે કે 18 વર્ષ ચાલેલા કેસની ટ્રાયલ દરમ્યાન જ આઠ લોકોના અવસાન થઈ ગયા હતા.
આ કેસની વિગતો પ્રમાણે 27 ફેબ્રુઆરી 2002ના રોજ અયોધ્યાથી પાછા ફરી રહેલા કાર સેવકો ભરેલી ટ્રેનને આગ લગાડવામાં આવી હતી. તેમાં 59ના મોત નિપજયા હતા. આ ઘટનાના તીવ્ર પ્રત્યાઘાતો પડયા હોય તેમ ગુજરાતના અનેક ભાગોમાં હિંસા-કોમી રમખારો ફાટી નીકળ્યા હતા.
- Advertisement -
હિંસાની આ આગ ગોધરાથી 30 કિલોમીટર દુર કલોલના દેલોલ ગામો પણ પહોંચી હતી જયાં અનેક મકાનો-દુકાનોને સળગાવી દેવામાં આવી હતી તેમાં લઘુમતી સમુદાયના 17 લોકોના મોત નિપજયા હતા.
આ મામલે પોલીસે તપાસના આધારે ગુનો દાખલ કર્યો હતો. ડિસેમ્બર 2003માં એફઆઈઆર નોંધવામાં આવી હતી અને 2004માં ફરાર 22 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની જામીન અરજી સ્થાનિક અદાલતે નામંજુર કર્યા બાદ હાઈકોર્ટે જામીન પર મુક્ત કર્યા હતા. આ કેસની ટ્રાયલ ચાલુ રહી હતી તેમાં હવે પંચમહાલ કોર્ટના એડીશ્નલ જજ હર્ષ ત્રિવેદીએ પુરાવાના અભાવે તમામ 21 આરોપીને છોડી મુકવાનો હુકમ કર્યો છે.
બચાવપક્ષના વકિલ ગોપાલસિંહ સોલંકીએ કહ્યું કે આઠ આરોપીનું તો ટ્રાયલ દરમ્યાન જ નિધન થઈ ગયું હતું. પુરાવાના અભાવે કોર્ટે તમામને છોડી મુકવાનો આદેશ કર્યો હતો.
- Advertisement -