જન્મ બાદ બાળકને એડોપ્શન એજન્સી નિયમ મુજબ લઈ લેશે; CWC સંભાળ રાખશે
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
ચાલુ વર્ષે અમદાવાદના દેત્રોજ પોલીસ મથકે એક આરોપી સામે પોકસો અને રેપની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં પીડિતા ગર્ભવતી બનતા તેના માતા પિતા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં તેના ગર્ભપાત માટે અરજી દાખલ કરવામાં આવી હતી.
પીડિતાની ઉંમર 17 વર્ષની છે અને તેને 32 સપ્તાહનો ગર્ભ છે. ગુજરાત હાઇકોર્ટે સોલા સિવિલ હોસ્પિટલને પીડિતાની મેડિકલ તપાસના આદેશ આપ્યા હતા. તેમાં સિનિયર મહિલા ગાયનેકોલોજીસ્ટ અને સાઇકિયાટ્રીકનો સમાવેશ થતો હતો
કોર્ટે એવા પણ નિર્દેશ આપ્યા હતા કે ગર્ભપાત શક્ય છે કે નહીં ? તેની તપાસ કરવામાં આવે. પીડિતા દુષ્કર્મથી ગ્રસિત છે અને તેના માતા પીડિતાનો ગર્ભપાત ઈચ્છે છે. ગુજરાત હાઇકોર્ટે પોતાના નિર્દેશમાં ગર્ભપાત દરમિયાન જોખમ બાળક નોર્મલ છે કે એબનોર્મલ ? તેની જીવિત રહેવાની શક્યતા ? વગેરે પાસાઓ તપાસવા માટે પણ નિર્દેશ આપ્યા હતા. પીડિતાની માતાએ તેની ગર્ભની પેશીના ઉગઅ સેમ્પલિંગ માટે મોકલવા માંગ કરી હતી. જેથી કરીને આરોપી સામે મજબૂત પુરાવો ઊભો થઈ શકે.
સોલા સિવિલ હોસ્પિટલે રિપોર્ટ આપ્યો હતો કે પીડીતાને 31 સપ્તાહ અને 04 દિવસનો ગર્ભ છે ગર્ભપાતમાં એનેસ્થેસિયા આપવામાં, બ્લડ લોસ થવાનો, ઇન્ફેક્શનનો, મૃત્યુ જેવા જોખમો રહેલા છે. સામાન્ય સંજોગોમાં 24 સપ્તાહ સુધીના ગર્ભપાત શક્ય હોય છે.
હાઇકોર્ટમાં કરેલ અરજીમાં જણાવ્યા મુજબ ગર્ભ રહેવાથી સગીરાની સમાજમાં બદનામી થવાની શક્યતા છે. પીડિતા શારીરિક અને માનસિક રીતે બાળકને જન્મ આપતા સક્ષમ નથી, તે બાળકનો ઉછેર કરવા સક્ષમ નથી.
બાળક જીવિત રહે તો તેની સારસંભાળની વ્યવસ્થા કરવા ઓથોરિટીને આદેશ
ગુજરાત હાઇકોર્ટે બાળક જીવતું રહે તો તેના પછીની સાર સંભાળની વ્યવસ્થા કરવા પણ ઓથોરિટીની આદેશ કર્યો હતો. બાળક એબનોર્મલ નહોતું અને માતા પણ સ્વાસ્થ્ય છે જીવવાનો અધિકાર દરેકને છે, તેવું કોર્ટે નોંધ્યું હતું. પરંતુ પીડિતાની માતા પણ બાળકને રાખવા સક્ષમ નથી, તેવું અરજીમાં જણાવવામાં આવ્યું હતું.
- Advertisement -