રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળની 167મી બોર્ડ બેઠકમાં નવી ટી.પી. સ્કીમ બનાવવા માટે દરખાસ્ત કરાઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ(રૂડા)ની 167મી બોર્ડ બેઠક 14મીએ મળી હતી જેમાં નવી ટી.પી. સ્કીમ બનાવવા માટે દરખાસ્ત કરાઈ છે જે સૌરાષ્ટ્રની સૌથી મોટી ટી.પી. સ્કીમ બનવા ઉપરાંત રૂડાની પહેલી ઈન્ડસ્ટ્રીયલ ટી.પી. સ્કીમ બનશે.
- Advertisement -
રાજકોટની ભાગોળે આવેલા આણંદપર અને સોખડા ગામની સીમમાં રહેણાક અને ઔદ્યોગિક બંને પ્રકારની વસાહતો છે. જેને લઈને રૂડાએ 600 હેક્ટરમાં ટી.પી. સ્કીમ બનાવવા માટે વિચાર કર્યો હતો. બંને ઝોન હોવાથી એક જ સ્કીમના બે ભાગ કરીને રહેણાંક અને ઔદ્યોગિક ટી.પી. સ્કીમ બનાવવા આખરે નિર્ણય લેવાયો છે. આ કારણે રૂડા પોતાની પહેલી માત્ર ઔદ્યોગિક હેતુની ટી.પી. સ્કીમ બનાવશે.
ટી.પી. સ્કીમ નં. 40 સોખડા-આણંદપરમાં 40-1 અને 40-2 સ્કીમ બનશે. એક સ્કીમ 300 હેક્ટર કરતા વધુ કદની બનશે. રાજકોટ શહેરમાં અગાઉ 300 હેક્ટરની એક ટી.પી. સ્કીમ બનાવાઈ છે જે સૌરાષ્ટ્રની સૌથી મોટી સ્કીમ છે જો આ સ્કીમનું કદ તેનાથી વધશે તો વધુ એક રેકોર્ડ સર્જાશે.