16,000 નિવૃત્ત કર્મચારીઓ માટે વધારાના 9000 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવાની રહેશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.1
કેરળમાં આજે (31 મે)એ 16 હજારથી વધુ સરકારી કર્મચારીઓ નિવૃત્ત થયા છે. આ સાથે નાણાંકીય સંકટનો સામનો કરી રહેલી રાજ્યની પિનરાઈ વિજયન સરકારની મુશ્કેલી વધી છે.
- Advertisement -
ગત વર્ષે 11,800 કર્મચારીઓ નિવૃત્ત થયા હતા આજે જે 16,000થી વધુ સરકારી કર્મચારીઓ નિવૃત્ત થયા છે, તેમાં રાજ્ય સચિવાલય સહિત વિવિધ સરકારી કાર્યાલયોમાં કાર્યરત ડોકટરો, પોલીસ અધિકારીઓ, શિક્ષકો, કારકુનો, ડ્રાઇવરો, પટાવાળા અને અન્ય લોકોનો સમાવેશ થાય છે. જ્યારે ગત વર્ષે 31 મેએ 11,800 સરકારી કર્મચારીઓ નિવૃત્ત થયા હતા. કેરળ રાજ્યમાં સેવાનિવૃત્તની વયમર્યાદા 56 વર્ષ છે. રસપ્રદ વાત એ છે કે, એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં નિવૃત્તિનું કારણ દાયકાઓ પહેલા તેમના માતા-પિતા દ્વારા સ્કૂલ પ્રવેશ વખતે નોંધાવેલી જન્મ તિથિ છે.
પિનરાઈ વિજયન સરકારની મુશ્કેલી વધી
આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓ નિવૃત્ત થતા રાજ્ય સરકારની મુશ્કેલી વછી છે. પિનરાઈ વિજયન સરકાર આર્થિક સંકટ સામે ઝઝુમી રહી છે અને હવે તેમણે 16,000 નિવૃત્ત કર્મચારીઓ માટે વધારાના 9000 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવાની છે.
દર મહિનાની છેલ્લી તારીખ એ નિવૃત્ત કર્મચારીઓની છે જેમણે સરકારી સેવામાં તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. ઘણા લોકો આ દિવસે વિવિધ સરકારી સંસ્થાઓને વિદાય આપે છે. પરંતુ કેરળ માટે 31મી મે અનોખી છે. આ દિવસે હજારો લોકો એકસાથે નિવૃત્ત થાય છે. જેના કારણે ત્યાંની સરકારની તિજોરી પર અચાનક બોજ વધી જાય છે. આ વખતે 31મી મેના રોજ કેરળના 16000 કર્મચારીઓને એક જ વારમાં સેવામાંથી મુક્ત કરવામાં આવી રહ્યા છે. જેના કારણે રાજ્યની આવક પર 9000 કરોડ રૂપિયાનો બોજ પડશે, તો હવે સવાલ એ છે કે આટલી રકમ સરકાર ક્યાંથી ચૂકવશે. કેરળ, જેની માથાદીઠ જીડીપી ભારતના સરેરાશ જીડીપી કરતાં 1.6 ગણી વધુ છે, તે આ દિવસોમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. ત્યાંની સરકારે ત્યાંના મોટાભાગના કર્મચારીઓને ચૂકવણી કરવાનું છોડી દીધું હતું.
- Advertisement -
આ ઉપરાંત જેઓ નિવૃત્ત થઈ ચૂક્યા છે તેમને પેન્શન ચૂકવવામાં વિલંબ થઈ રહ્યો છે. કેરળ સરકારની નાણાકીય સ્થિતિ આ મહિનાની શરૂઆતમાં કથળી હતી. મહિનાની શરૂઆતથી અહીંની સરકાર ઓવરડ્રાફ્ટમાં ચાલી રહી છે. આવી સ્થિતિમાં એક સાથે આટલા કર્મચારીઓના પૈસા ચૂકવવા સરકાર માટે મોટો પડકાર છે.
શા માટે ઘણા લોકો 31 મી મેના રોજ નિવૃત્ત થાય છે?
જન્મ પ્રમાણપત્ર ફરજિયાત બનતા પહેલા, જ્યારે કેરળના લોકો તેમના બાળકોને પ્રવેશ માટે શાળાએ લઈ જતા હતા, ત્યારે તેઓ સામાન્ય રીતે 31મી મે તરીકે જન્મ તારીખ (ઉઘઇ) નોંધતા હતા. આ જ કારણ છે કે કેરળના મોટાભાગના સરકારી કર્મચારીઓ મે મહિનામાં નિવૃત્ત થાય છે. તેથી, આ માત્ર આ વખતે જ નથી થઈ રહ્યું, હા, આ વખતે નિવૃત્ત થનારા લોકોની સંખ્યા સંયોગવશ ગયા વર્ષની સરખામણીએ વધુ છે. 31 મે 2023ના રોજ 11800 કર્મચારીઓ નિવૃત્ત થયા હતા.
કેટલાક વિભાગોમાં ઘટાડો થશે
જો આટલા બધા લોકો એકસાથે નિવૃત્ત થાય તો સરકારી સંસ્થાઓમાં કર્મચારીઓની અછત જોવા મળે. ઘણા એવા વિભાગો છે જ્યાંથી આજે ઘણા લોકો તેમની સેવાનો સમયગાળો પૂરો કરીને નિવૃત્ત થઈ રહ્યા છે. જો તે જગ્યાઓ પર નિમણૂકો ન થાય તો ત્યાંના કામને અસર થઈ શકે છે.