મોરબી માળીયા બેઠકના 43, ટંકારાના 48 અને વાંકાનેરના 69 બૂથ સંવેદનશીલ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લાની ત્રણ વિધાનસભા બેઠક માટે પહેલી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે ત્યારે મોરબી જીલ્લાની ત્રણ વિધાનસભા બેઠક પર આવેલ 905 બુથમાંથી 160 બુથને સંવેદનશીલ બુથ જાહેર કરવામાં આવ્યા છે. આ 160 બુથમાંથી મોરબી માળીયા બેઠકમાં 43, ટંકારા પડધરી બેઠકમાં 48 અને વાંકાનેર કુવાડવા બેઠકમાં 69 બુથ સંવેદનશીલ છે. આમ તો આ બેઠક પર કોઈ અનિચ્છનીય બનાવ જવલ્લે જ બને છે.
મોરબી જિલ્લાની એક પણ બેઠકમાં અતિ સંવેદનશીલ બુથ જાહેર કરાયું નથી. આ ઉપરાંત ત્રણેય બેઠક પર સાત સાત મહિલા સંચાલિત સખી બુથ, એક એક ઇકો ફ્રેન્ડલી બૂથ તેમજ એક મોડેલ બુથ બનાવાયું છે. સંવેદનશીલ બુથમાં વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જીલ્લા પોલીસ દ્વારા સામાન્ય બુથ કરતાં વધુ પોલીસ જવાનો તેમજ પેરામિલેટરી ફોર્સના જવાનો પણ મૂકવાનું
આયોજન છે.