85- કપાયા, 75- રિપિટ, 14- મહિલા, 04- ડોક્ટર, 04-PhD
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 1 ડિસેમ્બરે પહેલાં તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. આ ચૂંટણીનું પરિણામ હિમાચલ પ્રદેશની સાથે જ 8 ડિસેમ્બરે આવવાનું છે. પહેલાં તબક્કાના મતદાનના ઉમેદવારી ફોર્મ ભરવાના ચાર જ દિવસ બાકી છે ત્યારે ભાજપે આજે 182માંથી 160 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. તેમાંથી પહેલાં તબક્કાના 83 ઉમેદવાર અને બીજા તબક્કાના 77 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. 160 ઉમેદવારોની યાદીમાં 75 ઉમેદવારોના નામ રિપિટ કરવામાં આવ્યા છે જ્યારે 85 જૂના ઉમેદવારોના નામ કટ કરવામાં આવ્યા છે. 14 મહિલા ઉમેદવારોને આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપે આજે જાહેર કરેલી યાદીમાં નવા-યુવા-પાટીદાર અને બ્રાહ્મણ ઉમેદવારોનો દમ જોવા મળ્યો છે.
- Advertisement -
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયાથી જ ચૂંટણી લડવાના છે જ્યારે તેમને કોંગ્રેસમાંથી ડો. અમિબેન યાજ્ઞીક ટક્કર આપશે. મોરબી દુર્ઘટનામાં તાક્તાલિક લોકોની મદદે આવેલા કાંતિલાલ અમૃતિયાને ટિકિટ આપવામાં આવી છે. હર્ષ સંઘવી જેઓ મજૂરાથી બે વાર જીતી ચૂક્યા છે અને તેથી આ વખતે પણ તેમને ત્યાંથી જ ટિકિટ આપવામાં આવી છે. ગૂજરાત વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ પશ્ચિમની સીટ ખૂબ મહત્વની માનવામાં આવે છે. આ સીટ પરથી વિજય રૂપાણીના બદલે ડો. દર્શનાબેન શાહને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે જામનગરથી હકુભાને પડતા મૂકીને રિવા બાને ટિકિટ આપવામાં આવી છે.
રાજકોટ જિલ્લાનાં 8માંથી 7 ઉમેદવાર જાહેર
જેમાં રાજકોટ જિલ્લાની 8 બેઠકો પૈકી ધોરાજીને બાદ કરતા 7 બેઠક પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જેમાંથી 4 બેઠક પર નો રિપીટ અને 3 બેઠક પર રિપીટ થિયરી અપનાવવામાં આવી છે જો કે ધોરાજી બેઠક પર ઉમેદવાર કોણ તેને લઇ હજુ પણ સસ્પેન્સ રાખવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 8 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. વર્ષ 2017 ની વિધાનસભા ચૂંટણીમાં આ 8 બેઠકો પૈકી 7 બેઠક પર ભાજપને જીત મળી હતી જયારે એક માત્ર ધોરાજી બેઠક પર કોંગ્રેસના લલિત વસોયાએ જીત હાસિલ કરી ધારાસભ્ય બન્યા હતા. આજે ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી તેમાં ધોરાજીને બાદ કરતા તમામ 7 બેઠકો પર ઉમેદવાર જાહેર કરી 4 બેઠક પર નો રિપીટ અને 3 બેઠક પર રિપીટ થિયરી અપનાવવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં નવા ચહેરાને સ્થાન આપી સમીકરણો બદલ્યાં
ગુજરાતમાં રાજકારણની પાઠશાળા ગણાતા સૌરાષ્ટ્રમાં ભાજપએ મોટાભાગના નવા ચેહરા જાહેર કરી અને તમામ સમીકરણો બદલી નાખ્યા છે જુના જોગીઓને ઘરે બેસાડી દીધા છે. રાજકોટમાં ચારેય સીટ પર નવા ચહેરા જાહેર કરી અને ભાજપે કોઈ રિસ્ક લીધું નથી. આંતરિક જૂથવાદને ખાળવાનો મોટો પ્રયાસ કર્યો છે. જામનગરની વાત કરીએ તો રિવાબાને ટિકિટ આપી પૂનમ માડમને લોબીગ કર્યું હતું જેથી તેની સાંસદની સીટ પણ અકબંધ રહે. તો સૌરાષ્ટ્રમાં પક્ષ પલટા કરનાર કોંગ્રેસના નેતાઓને પણ ભાજપે ટીકીટ આપી અને બેઠક સિક્યોર કરી છે જેમાં કુંવરજીભાઈ, ભગા બારડ જેવા નેતાઓને ટિકિટ આપી કોઈ જાતનું રીસ્ક લીધું નથી. જુનાગઢ, ભાવનગર, અમરેલીમાં ભાજપે અનેક નવા ચહેરાઓને તક આપી છે. જુના જોગીઓ નારાજ ન થાય પહેલેથી જ તેની પાસે ચૂંટણી ન લડવાના જાણે શપથ લેવડાવી લીધા હોય અને તમામને જીતાડવાની બાહેધરી પણ લીધી છે. સૌરાષ્ટ્રમાં ક્યાંક અંશે હજી સંઘનો દબદબો જોવા મળી રહ્યો છે સંઘના પાયા રાજકોટ સૌરાષ્ટ્રથી નખાયા હતા શંખ સાથે કનેક્શન ધરાવતા અનેક લોકોને ભાજપે ટીકીટ આપી અને પાર્ટીથી મોટું સંઘ છે તેવું મહદંશે સાબિત કરી દીધું છે.
- Advertisement -
સુરતમાં રિપિટ થિયરી
સુરતની 11 બેઠકો જાહેર થઈ છે જેમાં ઉધના વિધાનસભા બેઠકને બાદ કરતાં 10 વિધાનસભા બેઠકો પર તમામ ધારાસભ્યોને રીપીટ કરવામાં આવ્યા છે વિશેષ કરીને સૌથી મહત્વની બાબતે છે કે આ રીપીટ થિયરીને કારણે પાટીદાર મતવિસ્તારોમાં હવે ભાજપને કેટલો લાભ થશે તેના પર સૌ કોઈની નજર છે.
અમદાવાદના ઘણાં ધારાસભ્યની ટિકિટ કપાઈ
ભાજપની યાદીમાં અમદાવાદ શહેરમાં ઘણા ચાલુ ધારાસભ્યોની ટિકિટ કપાઈ છે તેમાં પણ ખાસ કરીને પ્રદિપસિંહની નજીક ગણાતા પ્રદીપ પરમારને રિપિટ કરાયા નથી. બીજી તરફ પ્રદિપસિંહ જાડેજાની પણ ટિકિટ પર લટકતી તલવાર હજી સુધી વટવાની સીટ જાહેર કરવામાં આવી નથી. આ સીટ પર 2017માં પ્રદીપસિંહ જાડેજા જીત્યા બાદ ગૃહરાજ્યમંત્રી બન્યા હતા પરંતુ થીયરીમાં આ વખતે કદાચ તેમની ટિકિટ ન મળે તેવું મનાઈ રહ્યું છે. જોકે તેમના ખૂબ નજીક ગણાતા બાપુનગરના કોર્પોરેટર દિનેશ કુશવાને આ વખતે ટિકિટ મળી છે. બાપુનગર વિધાનસભા માટે ચાલતી મોટા નામોની અટકળો જેમાં તરુણ બારોટ, સુધીર બ્રહ્મભટ્ટ તેમજ અન્ય ઉમેદવારો હતા તેમના પર પૂર્ણવિરામ મુકાઈ ગયા છે. આ વખતે બાપુનગર ની સીટ માટે પ્રદીપસિંહ જાડેજા ના ખૂબ જ નજીક ગણાતા દિનેશ કુશવાને ટિકિટ મળી છે. અમદાવાદમાં અમરાઈવાડી વિધાનસભામાં પણ આ વખતે ભાજપે નવો ચહેરો લાવ્યા છે. આ પહેલાં આ સીટ પર જગદીશ પટેલ ધારાસભ્ય હતા જે આનંદીબેન પટેલના ખૂબ જ નજીક માનવામાં આવતા હતા. પરંતુ આ વખતે તેમને રિપિટ કરાયા નથી. તેમની જગ્યાએ નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં પણ મહિલા તબીબને ટિકિટ આપવામાં આવી છે. આ પહેલા ચાલુ ધારાસભ્ય ને કાપવામાં આવ્યા છે હવે અમદાવાદ શહેરમાં વેજલપુર સીટ પર અમિત ઠાકરને ટિકિટ આપવામાં આવી છે જો વિદ્યાર્થી નેતા થી પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને ભાજપમાં તેમના ખૂબ જ મહત્વનો ભૂમિકા હોવાનું માનવામાં આવી રહી છે.
સુરતમાં હર્ષ સંઘવીની ઓફિસ બહાર ઉજવણી શરૂ, લિંબાયતમાં સંગીતા પાટીલને રિપીટ કરાયા
ભાજપની પ્રેસ-કોન્ફરન્સમાં પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ભાજપના ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે, જેમાં ઘાટલોડિયાથી ભૂપેન્દ્ર પટેલ, અબડાસાથી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, માંડવીથી અનિરુદ્ધ દવેનાં નામ જાહેર કર્યાં છે. પ્રેસ-કોન્ફરન્સમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ હાજર છે. વડોદરામાં મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કપાયા, મહિલા મંત્રી નિમિષા વકીલને રિપીટ કરવામાં આવ્યાં છે. બીજી તરફ સુરતના વરાછામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને પાટીદાર આંદોલન સમિતિના ક્ધવીનર અલ્પેશ કથીરિયા સામે ભાજપે કુમાર કાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. સુરતમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઓફિસ બહાર ઉજવણી શરૂ થઈ ગઈ છે, જ્યારે લિંબાયતમાં ભારે વિરોધ છતાં સંગીતા પાટીલને રીપિટ કરવામાં આવ્યાં છે.
ભાજપ દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારોની યાદી
પ્રથમ તબક્કો
ઘાટલોડિયા ભૂપેન્દ્ર પટેલ
અબડાસા – પ્રધુમનસિંહ જાડેજા
માંડવી – અનીરૂધ્ધ દવે
ભૂજ – કેશુભાઈ પટેલ
અંજાર – ત્રિકમ છાંગા
ગાંધીધામ – માલતી મહેશ્વરી
રાપર – વિરેન્દ્રસિંહ જાડેજા
વિસનગર – ઋષિકેશ પટેલ
દસાડા- પી.કે. પરમાર
લીંબડી- કિરીટસિંહ રાણા
વઢવાણ- જિજ્ઞા પંડ્યા
ચોટીલા – શામજી ચૌહાણ
ધાંગધ્રા – પ્રકાશ વરમોરા
મોરબી – કાંતિ અમૃતિયા
ટંકારા – દુર્લભજી દેથરિયા
વાંકાનેર – જીતુ સોમાણી
રાજકોટ પૂર્વ – ઉદય કાનગડ
રાજકોટ પશ્ર્ચિમ – ડો. દર્શીતા શાહ
રાજકોટ દક્ષિણ – રમેશ ટિલાળા
રાજકોટ ગ્રામ્ય – ભાનુંબેન બાબરીયા
ખેડબ્રહ્મા – અશ્વીન કોટવાલ
ગાંધીનગર દક્ષિણ – અલ્પેશ ઠાકોર
વિરમગામ – હાર્દીક પટેલ
જસદળ કુંવરજી બાળીયા
ગોંડલ- ગીતાબા જાડેજા
જેતપુર – જયેશ રાદડીયા
કાલાવાડ – મેઘજી ચાવડા
જામનગર ગ્રામ્ય – રાઘવજી પટેલ
જામનગર ઉત્તર – રીવાબા જાડેજા
જામનગર દક્ષિણ દિવ્યેશ અકબરી
જામજોધપુરથી ચિમન સાપરિયા
દ્વારકા પ્રભુબા માણેક
પોરબંદર – બાબુ બોખરીયા
માણાવદર જવાહર ચાવડા
જુનાગઢ – સંજય કોરડીયા
વિસાવદર – હર્ષદ રિબડીયા
કેશોદ – દેવાભાઈ માલમ
માંગરોળ – ભગવાનજી કરગથિયા
સોમનાથ – માનસીંહ પરમાર
તલાલા – ભગવાન બારડ
કોડીનાર – ડો. પ્રધુમન વાજા
ઉના – કે.સી. રાઠોડ
ધારી – જે.વી. કાકડિયા
અમરેલી- કૌશિક વેકરિયા
લાઠી – જનક તલાવિયા
સાવરકુંડલા – મહેશ કશવાલા
મહુવા શિવા ગોહિલ
તળાજા ગૌતમ ચૌહાણ
રાજુલા – હિરા સોલંકી
ગારિયાધાર – કેશુ નાકરાણી
પાલિતાણા – ભીમાભાઈ બારૈયા
ભાવનગર ગ્રામ્ય – પરષોત્તમ સોલંકી
ભાવનગર પશ્ર્ચિમ – જીતુ વાઘાણી
ગઢડા – શંભુનાથ મહારાજ
બોટાદ – ઘનશ્યામભાઈ વિરાણી
નાંદોદ – ડો. દર્શનાબેન દેશમુખ(વસાવા)
જંબુસર – ડી.કે. સ્વામી
વાગરા – અરુણસિંહ રાણા
ઝઘડિયા – રિતેશ વસાવા
ભરૂચ – રમેશ મિસ્ત્રી
અંકલેશ્વર ઇશ્વર પટેલ
ઓલપાડ મૂકેશ પટેલ
માંગરોળ ગણપત વસાવા
માંડવી કુંવરસિંહ હળપતિ
કામરેજ પ્રફુલ પાનસેરિયા
સુરત ઇસ્ટ – અરવિંદ રાણા
સુરત નોર્થ – કાંતિ બલર
વરાછા રોડ – કિશોર કાનાણી
કારંજ – પ્રવીણ ગોધારી
લિંબાયત – સંગીતા પાટીલ
ઉધના – મનુભાઈ પટેલ
મજુરા – હર્ષ સંઘવી
કતારગામ – વીનું ભાઈ મોરડીયા
સુરત વેસ્ટ – પુર્ણેશ મોદી
બારડોલી- ઇશ્વર પરમાર
મહુવા મોહન ધોડિયા
વ્યારા મોહન કોંકાણી
નિઝર જયરામ ગામિત
ડાંગ વિજયભાઈ પટેલ
જલાલપોર – આર.સી. પટેલ
નવસારી – રાકેશ દેસાઈ
ગણદેવી નરેશ પટેલ
વાંસદા પિયુષ પટેલ
ધરમપુર અરવિંદ પટેલ
વલસાડ – ભરત પટેલ રીપીટ
પારડી – કનુ દેસાઈ રીપીટ
કપરાડા – જિતુ ચૌધરી
ઉમરગામ – રમણલાલ પાઠકર
બીજો તબક્કો
વાવ સ્વરૂપજી ઠાકોર
થરાદ શંકર ચૌધરી
ધાનેરા ભજવાનજી ચૌધરી
દાંતા લઘુભાઈ પારઘી
વડગામ મણીભાઈ વાઘેલા
પાલનપુર અનિકેત ઠાકોર
દિશા પ્રવીણ માળી
દિયોદર કેશવજી ઠાકોર
કાંકરેજ કીર્તી સિંહ વાઘેલા
ચાણાસમા દિલીપસિંહ ઠાકોર
સિદ્ઝધપુર બળવંતસિહ રાજપૂત
ઉંઝા કિરીટભાઈ પટેલ
વિસનગર ઋષિકેશ પટેલ
દેથરાજી સુખાજી ઠાકોર
કળી કરશનભાઈ સોલંકી
મહેસાણા મુકેશ પટેલ
વિજાપુર રમણભાઈ પટેલ
ઈડર રમણ વોરા
ખેડબ્રહ્મા અશ્વિન કોટવાલ
ધિલોડા પી સી બરંડાટ
મોડાસા ભીખુ પરમાર
બાયર્ડ ભીખીબેન પરમાર
પ્રાંતીજ ગજેન્દ્ર સિંહ પરમાર
દેહગામ બલરાદજસિંહ ચૌહાણ
વિરમગામ હાર્દિક પટેલ
સાણંદ કનુ પટેલ
વેજલપુર અમિત ઠાકોર
એલિસબ્રિજ અમિત શાહ
નારણપુરા જીતેન્દ્ર પટેલ
નિકોલ જગદીશ વિશ્વકર્મા
નરોડા ડો. પાયલ કુકરાણી
ઠક્કરબાપાનગર કંચન રાદડિયા
બાપુનગર દિનેશ કુશવા
અમરાઈવાડી ડો. હસમુખ પટેલ
દરિયાપુર કૌશિક જૈન
જમાલપુર ખડિયા ભૂષણભાઈ ભટ્ટ
મણિનગર અમૂલ ભટ્ટ
દાણીલીમડા નરેશ વ્યાસ
સાબરમતી ડો. હર્ષદ પટેલ
અસારવા દર્શનબેન વાઘેલા
દસ્ત્રઓઈ બાબુ પટેલ
ધોળકા કિરીટસિંહ ડાભી
ધંધુકા કાળુ ડાભી
ખંભાત મહેશ રાવલ
બોરસદ રમણ સોલંકી
આંકલાવ ગુલાબસિંહ પડિયાર
ઉમરેઠ ગોવિંદ પરમાર
આણંદ યોગેશ પટેલ
સોજીત્રા વિપુલ પટેલ
માતર કલ્પેશ પરમાર
નડિયાદ પંકજ દેસાઈ
મહુંધા સંજય શિંગ મહિડા
ઠાસરા યોગેન્દ્રસિંહ પરમાર
કપડવંજ રાજેશ ઝાલા
બાલાસિનોર માનસિંગ ચૌહાણ
લુનાવાડા જીજ્ઞેશ સેવક
સંતરામપીર કુબેર ડીંડોર
સેહરા જેઠાભાઈ આહીર
મોરવા હડપ નિમિષા સુથાર
ગોધરા કેસી રાઉલજી
કલોલ ફતેશીહ ચૌહાણ
હાલોલ જયદ્રથ પરમાર
ફતેપુરા રમેશ કટારા
લીમખેડા શૈલેશ ભાભોર
દાહોદ કનૈયાલાલ કિશોરી
દેવગઢ બારીયા બચુભાઈ ખાભડ
સાવલી કેતન ઈનામદાર
વાઘોડિયા અશ્વિન પટેલ
છોટાઉદેપુર રાજેન્દ્રસિંહ રાઠવા
સંખેડા અભેયસિંહ તળવી
દભોઈ શૈલેશ મહેતા
વડોદરા મનિષા બેન વકીલ
અકોટા ચૈતન્ય દેસાઈ
રાઉપુરા બાલકૃષ્ણ શુક્લા
પાદરા ચૈતન્યસિંહ ઝાલા
કરજણ અક્ષય કુમાર પટેલ