ગ્રામ્ય વિસ્તારોના રોડ, આંગણવાડી, શાળાના ઓરડા, જિમ, ગટર યોજના સહિતના કામો માટે ગ્રાન્ટની ફાળવણી
રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી. જેમાં 17 કરોડના બજેટને મંજૂરી આપવામાં આવી છે. કારોબારી સમિતિના ચેરમેન સહદેવ સિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં 16.97 કરોડના બજેટને મંજૂરી આપીને આજે સામાન્ય સભામાં રજૂ કરાયું હતું જ્યાં બહાલી અપાઈ હતી. નોંધનીય છે કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષના બજેટમાં 3 કરોડ રુપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. તેની સીધી અસર સિંચાઈ બાંધકામ આઈસીડીએસ અને શિક્ષણ વિભાગના બજેટમાં મુકાયેલા કાપને પડી હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાકાળ બાદ આરોગ્ય તથા ફિટનેસ પ્રત્યે લોકો ઘણાં જાગૃત થયા છે ત્યારે જિલ્લા પંચાયતે પણ જીમ્નેશીયમ/ફીટનેશ સેન્ટ2 બાંધવાની દિશામાં પહેલ કરી છે. બજેટમાં તેના માટે એક લાખ રૂપિયાની ફાળવણી ક2વામાં આવી છે. ગોંડલ-કોટડાસાંગાણીના ગામોમાં 37.72 લાખના ખર્ચે ભુગર્ભ ગટ2, ઉપલેટા પંથકમાં 44.49 લાખના ખર્ચે રોડના કામો, પડધરીમાં સિંચાઈના કામો આરોગ્ય વિભાગમાં એડવાન્સ બહાલી આપવામાં આવી હતી. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરે જણાવ્યું હતું કે, આ વખતના બજેટમાં આત્મનિર્ભર ગામડું બને અને તેનો વિકાસ થાય તે દિશામાં આગળ વધ્યા છે. રાજ્ય તથા કેન્દ્ર સરકારે પણ ગામડાના વિકાસ માટે નાણાં પંચ દ્વારા લાખો કરોડોની ગ્રાન્ટ ફાળવી છે.