જય રણછોડ, માખણચોરના નાદથી માર્ગો ગૂંજ્યા
કોટે મોર ટહુક્યા, વાદળ ચમકી વીજ, મારા રૂદાને રાણો સાંભળ્યો, આવી અષાઢી બીજ
- Advertisement -
22 કિ.મી. રૂટમાં ડ્રોન સર્વેલન્સ સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, સંવેદનશીલ વિસ્તારમાં સઘન ચેકિંગ, કુલ 1740 જવાન બંદોબસ્તમાં તૈનાત
ખાસ-ખબર સંવાદદાતા
આજે અષાઢી બીજના પાવન પર્વ નિમિતે રોજ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી રહી છે, જેને લઈને ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સઘન સુરક્ષા સાથે બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો છે. રાજકોટમાં 22 કિલોમીટરની રથયાત્રામાં પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોનથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અને રથયાત્રા દરમિયાન પોલીસ અધિકારીઓ કર્મચારીઓ મળી કુલ 1740 જવાનો બંદોબસ્તમાં તહેનાત જોવા મળી રહ્યા છે.
- Advertisement -
નાનામવા ખાતે આવેલા કૈલાશધામ આશ્રમમા બિરાજતા ભગવાન જગન્નાથના મંદિર ખાતેથી આજે સવારે જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આશ્રમ ખાતે પૂજા આરતી કરી હતી અને બાદમાં આ રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
કૈલાશધામ આશ્રમથી નીકળેલી જગન્નાથજી રથયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત
ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીને જે રથમાં બેસાડવામાં આવ્યા તે રથને અદભુત રીતે શણગારવામાં આવ્યો હતો. રાજકોટ શહેરમાં છેલ્લા 15 વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે જેમાં નાના મોટા સૌ કોઈ અનેરી શ્રધા સાથે આ રથયાત્રામાં જોડાઈ છે. આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની યાત્રામાં સાધુ સંતોની સાથે શહેરી જનો પણ જોડાયા હતા. રથયાત્રા દરમિયાન સાધુ સંતોએ ભગવાન જગન્નાથના સાનિધ્યમાં લીન થઇને અવનવા કરતબો રજુ કર્યા હતા અને રથયાત્રાનું અદ્ભુત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેરમાં પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 22 કિલોમીટરની આ રથયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરશે અને સાંજે આ રથયાત્રાનું સમાપન કરવામાં આવશે.
સનાતની બુલડોઝરે આકર્ષણ જમાવ્યું
જગન્નાથજીની રથયાત્રા સનાતની બુલડોઝરે આકર્ષણ જમાવ્યું હતું. હાલ દેશમાં લવ જેહાદ તથા ધર્માંતરણની કેટલીક ઘટનાઓ સામે આવી હતી. જેને લઈને આજની રથયાત્રામાં સનાતની બુલડોઝર જોડાયું હતું. જેનો એકમાત્ર ઉદ્દેશ એ છે કે, હિંદુ જ્ઞાતિઓ એક થઈ હિંદુ ધર્મના ઉત્થાન માટે પ્રયત્નો કરે.
3 DCP, 6 ACP, 18 PI, 61 PSI, 38 SRP, TRB પોલીસનો બંદોબસ્ત
રથયાત્રા પસાર થવાના રૂટમાં પોલીસ અધિકારી તેમજ પોલીસ કર્મીઓને બોડી વોર્ન કેમેરાથી સજ્જ રાખવામાં આવ્યા છે. તેમજ સંવેદનશીલ વિસ્તાર, ગીચ વિસ્તાર અને સુરક્ષાની દૃષ્ટિએ મહત્ત્વના હોય તેવા સ્થળો ઉપર સીસીટીવી તેમજ ડ્રોન દ્વારા પૂરતું સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે. આ બંદોબસ્તમાં 3 ડીસીપી, 6 એસીપી, 18 પીઆઈ, 61 પીએસઆઈ, 616 મહિલા સબ ઈન્સ્પેક્ટર, 38 એસઆરપી તેમજ પોલીસ, મહિલા પોલીસ, હોમગાર્ડ, ટીઆરબીના 1598 મળી કુલ 1740 અધિકારીઓ-જવાનો બંદોબસ્તમાં જોડાયા છે.