50 લાખથી 1 કરોડની વચ્ચેની આવક ધરાવતા કરદાતાઓની સંખ્યામાં પણ 2578%નો વધારો
ખાસ-ખબર સંવાદદાતા
આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ મહિનામાં તમામ છ કેટેગરીના ટેક્સ ફાઇલ કરનારાઓનો ડેટા જાહેર કર્યો છે. આ મુજબ, જ્યારે કરોડપતિ ટેક્સ રિટર્ન ફાઇલ કરનારાઓની સંખ્યામાં 1579%નો વધારો થયો છે, ત્યારે 20 લાખથી ઓછી આવક ધરાવતા ટેક્સ ફાઇલ કરનારાઓની સંખ્યામાં 188%નો વધારો થયો છે. 20 લાખથી વધુ આવકની શ્રેણીમાં ટેક્સ ફાઇલ કરનારાઓની સંખ્યામાં 1,627%નો વધારો થયો છે.
- Advertisement -
રૂ. 50 લાખથી રૂ. 1 કરોડ વચ્ચેની આવક ધરાવતા ટેક્સ રિટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યામાં 2,578 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ વર્ષે તેમની સંખ્યા 616 હતી જે 22-23માં માત્ર 23 હતી. વર્ષના પ્રથમ મહિનામાં 739 કરોડપતિઓએ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું છે. ગયા વર્ષે આ સમય દરમિયાન, તેમની સંખ્યા માત્ર 44 હતી. 5 લાખ સુધીની કમાણી કરનારા કરદાતાઓની સંખ્યામાં 85.80%નો વધારો થયો છે. આ વર્ષે તેમની સંખ્યા પ્રથમ મહિનામાં 3,24,891 રહી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં માત્ર 1,74,852 હતી. પ્રથમ મહિનામાં કુલ 3.85 લાખ આવકવેરાદાતાઓએ તેમના રિટર્ન ફાઇલ કર્યા છે.