ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. 50 ગામના સરપંચ પદ માટે 155 ઉમેદવારો અને 173 સદસ્ય પદો માટે 609 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. સોમવારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખે ઉમેદવારોએ કચેરીમાં ધસારો કર્યો હતો. આજે ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે. 11 જૂને ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. ત્યારબાદ દરેક ગામમાં કોની વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે તે સ્પષ્ટ થશે. કુલ 11 ગ્રામ પંચાયત સમરસ થશે. તેમાં માત્ર 3 મહિલા અનામત પંચાયતનો સમાવેશ થાય છે. જોકે, આની આધિકારિક જાહેરાત ફોર્મ ચકાસણી બાદ જ થશે.
આ ચૂંટણીમાં કુલ 85,702 મતદારો પોતાના ગામના નેતૃત્વની પસંદગી કરશે. ગ્રામ્ય સ્તરે લડાતી સરપંચની ચૂંટણીમાં જ્યાં સંપ હોય છે, ત્યાં વિવાદો સર્જાતા નથી. પરંતુ કેટલાક ગામોમાં ચૂંટણી બાદ લોકો વચ્ચે વેર બંધાય છે. આ કારણે ગામની શાંતિ જોખમાય છે. વહીવટી તંત્ર વધુમાં વધુ પંચાયતો સમરસ બને તે માટે પ્રયાસ કરે છે. જોકે, હજુ સુધી તેમાં ધારી સફળતા મળી નથી. હાલમાં ગામોમાં સરપંચ અને સભ્યોના ફોર્મ પરત ખેંચવા માટે મનામણાં શરૂ થઈ ગયા છે.
- Advertisement -
જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારો
તાલુકો -ગામ મતદારો
દસાડા- 13 -22,468
ચોટીલા -3 -3,111
મુળી -5 -4,953
વઢવાણ -8 -21,877
લીંબડી -8 -12,988
સાયલા -2 -2,108
ધ્રાંગધ્રા -6 -8,001
થાન -4 -4,967
ચુડા -1 -5,229
કુલ -50 -85,702
તાલુકા પ્રમાણે ફોર્મ ભરાયાની વિગત
- Advertisement -
તાલુકો પંચાયતની ચૂંટણી સરપંચ સભ્ય
વઢવાણ -8 -15- 86
લીંબડી -8- 24 -88
ચુડા -1 -2 -12
સાયલા -2 -8-29
ચોટીલા- 3- 11- 38
થાન -4 -14 -55
મુળી -5 -13 -64
ધ્રાંગધ્રા -6 -16 -48
દસાડા -13 -52 -189
કુલ -50 -155 -609