આવતીકાલે તમામ ગોંડલ પરત પહોંચી જશે
ખાસ-ખબર ન્યૂઝ ગોંડલ, તા.3
- Advertisement -
જાપાનમાં મંગળવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી. આ આંચકા ઉત્તર જાપાનના ઈવાતે અને આઓમોરી પ્રાંતમાં અનુભવાયા હતા. જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર ઇવાતે પ્રાંતનો ઉત્તરીય ભાગ હતો. જો કે હાલમાં જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી બહાર આવી નથી. નોંધનીય છે કે ગોંડલથી ગરબા કિંગ ચેતન જેઠવા ગ્રુપ ના કુલ 15 ગરબા પ્રેમીઓ જાપાન ગયા છે જેઓ સહી સલામત છે તેવી તેમને વીડિયો દ્વારા માહિતી આપી છે.
મળતી વિગતો મુજબ, જાપાનમાં આપણાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇંડિયા દ્વારા તારીખ 23 અને 24 માર્ચ દરમિયાન ’ઇંડિયા ડે’ નામનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ગોંડલથી કુલ 15 જેટલા ગરબા પ્રેમીઓ ગયા હતા. જેમાં 8 પુરુષો અને 7 સ્ત્રીઓનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, જાપાનમાં 2 એપ્રિલ મંગળવારે ભૂકંપ આવ્યો હતો જેથી તમામ ગરબા પ્રેમીઓ માટે લોકોને ચિંતા હતી તેથી તેમના દ્વારા એક વિડિયો બનાવી સલામતીના સમાચાર આપ્યા છે. તેઓ તા. 21 માર્ચ એ નીકળ્યા હતા હવે તા. 3 એપ્રિલ ના રોજ જાપાનથી પાછા ફરશે અને તા. 4 એપ્રિલ ગોંડલ પહોંચી જશે.
રાજ્ય સરકાર વિદેશ મોકલે એ બહુ મોટી ઘટના કહેવાય
- Advertisement -
ખાસ વાત એ કે, તેમણે ગુજરાત સરકારના યુવા, રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા જાપાન મોકલવામાં આવ્યા હતા. તેઓએ જાપાનમાં શકાઇ, કોબે, ટોક્યો, અવાજીશીમા આ 4 જગ્યાએ કુલ 6 કાર્યક્રમ આપ્યા છે. જોકે દર વખતે ભારત સરકાર તરફથી તેઓ જાય છે કાર્યક્રમ માટે પરંતુ આ વખતે રાજ્ય સરકારે તેમને મોકલેલા છે. રાજ્ય સરકાર વિદેશ મોકલે એ બહું મોટી ઘટના કહેવાય.