રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ધો.10-12ના 3.67 લાખ વિદ્યાર્થીઓ: ચોરી-ગેરરીતિના બનાવોને ડામવા ખાસ એકશન પ્લાન
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.11ને સોમવારથી રાજકોટ સહિત રાજયભરમાં ધો.10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થનાર હોય વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભાવીનીઓ કસોટી શાંતીપૂર્ણ વાતાવરણમાં લેવાય તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજકોટ શહેર-જિલ્લાના 80510 સહિત રાજયમાં 15.38 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસનાર છે. જેમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 3.69818 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
- Advertisement -
રાજયમાં ધો.10ના 9.17 લાખ ધો.12 વિજ્ઞાન પ્રવાહના 1.32 લાખ અને સામાન્ય પ્રવાહના 4.89 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસનાર છે.જે માટે 5378 બિલ્ડીંગના 54294 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.પરીક્ષા સંદર્ભે રાજયના તમામ જિલ્લા મથકો પર છે આવતીકાલ તા.10ને રવિવારથી કંટ્રોલરૂમ પણ ધમધમવા લાગશે.જેમાં રાજકોટમાં કરણસિંહજી હાઈસ્કૂલ ખાતે કંન્ટ્રોલરૂમ ધમધમતો થશે.
તેની સાથોસાથ તમામ જિલ્લા મથકો પર આવતીકાલ સાંજ સુધીમાં ફલાઈંગ સ્કવોર્ડ પણ પહોંચી જનાર છે.શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10-12ના પ્રશ્ર્નપત્રો જિલ્લા મથકો પર તેમજ ઝોનવાઈઝ પહોચાડી દેવામાં આવેલ છે. પરીક્ષા દરમિયાન ચોરી અને ગેરરીતીના બનાવો ન બને તે માટે દરવખતની જેમ ખાસ પ્રબંધો કરવામાં આવેલ છે જેમાં સંવેદનશીલ કેન્દ્રો પર વિશેષ રૂપથી ખાસ-તકેદારી રાખવામાં આવનાર છે.
પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે.આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રોના વિસ્તારમાં 144મી કલમ લાગુ કરી દેવામાં આવશે.પરીક્ષા કેન્દ્ર વિસ્તારમાં ઝેરોક્ષની દુકાનો તેમજ મોબાઈલ-ગ્રેઝેટની દુકાનો બંધ રાખવા માટે જાહેરનામું પ્રસિદ્ધી કરી દેવામાં આવેલ છે. અહીંએ ઉલ્લેખનીય છે કે બોર્ડની આ પરીક્ષા દરમિયાન ચોરી અને ગેરરીતિની કોઈ ઘટના ન બને તે માટેખાસ માર્ગદર્શિકા અગાઉથી જ જાહેર કરી દીધી છે.
- Advertisement -
જેમાં ઉત્તરવહી માંથી ચલણી નોટ પકડાવાના અગાઉ અનેક કિસ્સાઓ બનેલ છે. આથી દવે ઉત્તરવહીમાં ચલણીનોટ લગાવાય કે કોઈ વિદ્યાર્થી હથીયાર રાખી પરીક્ષા આપતો પકડાય કે ડીઝીટલ ઘડીયાળ સાથે રાખેલ ઝડપાય તો આવા વિદ્યાર્થીઓનું પરિણામ રદ્દ કરવાની જોગવાઈ બોર્ડ દ્વારા કરવામાં આવી છે.
બોર્ડની આ પરીક્ષામાં ગત વર્ષની સરખામણીમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં 1.15 લાખનો ઘટાડો નોંધાયો છે જેમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહમાંએ ગ્રુપમાં 1500 વિદ્યાર્થીઓ ઘટયા છે.જયારે બી ગ્રુપમાં ગત વર્ષેની સરખામણીમાં આ વખતે વિદ્યાર્થીઓની સંખ્યામાં 2800નો વધારો નોંધાયો છે.પરીક્ષામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા પરીક્ષા કેન્દ્રોમાં ગ્રાઉન્ડફલોર પર જ રાખવામાં આવી છે.
બોર્ડના વિદ્યાર્થીઓ પણ છેલ્લી ઘંડીની તૈયારીઓ સાથે ધો.10-12ની પરીક્ષા આપવા સંજ્જબની ગયા છે. આવતીકાલે પરીક્ષા કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા વિદ્યાર્થીઓ નિહાળી શકશે.તેમજ પરીક્ષાના પ્રથમ દિવસે કેન્દ્રો પર સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓનું મો.મીઠા કરાવી કુમ-કુમ તિલક કરી સ્વાગત કરવામાં આવશે.