-ગૃહમંત્રી અમિત શાહ સહિતના અનેક મંત્રીઓ આરતીમાં થયા સહભાગી
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળવાની છે જે પહેલા લાખો ભક્તોએ આજે સવારે મંગળા આરતીમાં ભાગ લીધો હતો. આજે અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજી, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળી ભક્તોને આશિર્વાદ આપશે. વહેલી સવારે 4 વાગ્યે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી યોજાઇ. જેમાં ગૃહપ્રધાન અમિત શાહ સહિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા.
- Advertisement -
#WATCH | Ahmedabad, Gujarat: Union Home Minister Amit Shah participates in Mangla Aarti at Jagannath Temple, before the Jagannath Rath Yatra 2023. pic.twitter.com/JgiQV0J2np
— ANI (@ANI) June 19, 2023
- Advertisement -
અમિત શાહ દર વર્ષે મંગળા આરતીમાં લે છે ભાગ
અમિત શાહ દર વર્ષે રથયાત્રાના દિવસે અમદાવાદના જગન્નાથ મંદિરમાં સહપરિવાર સાથે સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથજીની મંગળા આરતીનો લાવો લે છે.
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ૧૪૬મી રથયાત્રાના પાવન અવસરે અમદાવાદના શ્રી જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરી ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા..#RathYatra2023 pic.twitter.com/VQgvlmMdha
— Gujarat Information (@InfoGujarat) June 20, 2023
25 હજારથી વધુ સુરક્ષા જવાનો તૈનાત
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી રહી છે, ત્યારે રથયાત્રામાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રથયાત્રાના બંદોબસ્તમાં વિવિધ રેન્કના 25 હજારથી વધુ સુરક્ષા જવાનો જોડાયા છે. જેમાં 11 IG, 50 SP, 100 DySP, 300થી વધુ PI, 800 PSI અને SRP તથા CRPFની 35 ટુકડી અને 6 હજાર હોમગાર્ડના જવાનો જોડાયા છે. આ રથયાત્રા દરમિયાન અફવા પર ધ્યાન ન આપવા પોલીસે લોકોને અપીલ કરી છે. સાથે જ આજની રથયાત્રામાં પ્રથમ વખત એન્ટી ગન ડ્રોનનો ઉપયોગ કરાયો છે.
5000 કિલો ખીચડીનો પ્રસાદ તૈયાર કરાયો
મહત્વનું છે કે, આજે રથયાત્રાનો પાવન પર્વ છે. ત્યારે આ નિમિત્તે ભગવાનને આજે ખીચડીનો પ્રસાદ ધરાવાય છે. જેની માટે આજે 5000 કિલો ખીચડીનો પ્રસાદ તૈયાર કરાયો છે. જેમાં 2000 કિલો ચોખા, 1000 કિલો દાળ, 6000 કિલો ઘી, 8000 કિલો ડ્રાયફ્રૂટ નાખવામાં આવ્યા છે. આ સાથે ભગવાનને આંખેથી પાટા ખોલવાની વિધિ પૂર્ણ થઈ હોવાથી ખીચડી સાથે કોળા ગવારનું શાક તૈયાર કરાય છે. તદુપરાંત 2000 કિલો કોળા ગવારનું શાક પણ તૈયાર કરાયું છે. આજે એક લાખ ભક્તો આ ખીચડીનો મહા પ્રસાદ લેશે.