રામમંદિરના ગ્રાઉન્ડ ફલોરમાં કુલ 166 સ્તંભો લગાવવામાં આવશે
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને જોતા 31 ડિસેમ્બર 2023 સુધીમાં 70 સ્તંભોમાં મૂર્તિઓનું કોતર કામ થશે
- Advertisement -
રામલલાના રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ તેને લઈને તૈયારીઓ વેગ પકડતી જાય છે. શ્રીરામ જન્મભૂમિમાં નિર્માણાધીન રામ મંદિરસમંત વિવિધ પરિયોજનાઓમાં પ્રગતિની સમીક્ષાને લઈને પાંચ કલાકથી વધુ સમય સુધી ભવન નિર્માણ સમીતીની બેઠક મળી હતી.
સમીતીના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં એલ એન્ડ ટીના પ્રોજેકટ મેનેજર વી.કે.મહેતાએ જણાવ્યું હતું કે, રામમંદિરના ગ્રાઉન્ડ ફલોરમાં લગાનારા 18 દરવાજામાંથી 14 દરવાજાનું નિર્માણ પુરું થઈ ગયું છે અને આ દરવાજાઓને સ્વર્ણજડિત પણ કરી દેવાયા છે.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ન્યાસી ડો. અનિલ મિશ્રે જણાવ્યું હતું કે, રામમંદિરના ગ્રાઉન્ડ ફલોરમાં લગભગ 166 સ્તંભો લગાવવામાં આવ્યા છે. જેના પર આઈકોનોગ્રાફીથી રામાયણના પ્રસંગોને ઉપસાવવામાં આવી રહ્યા છે. પરંતુ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને જોતા 31 ડિસેમ્બર 2023 સુધીમાં 70 સ્તંભોમાં નિર્ધારિત મૂર્તિઓ ઉપસાવવામાં આવશે.
- Advertisement -
પરિક્રમા પથ શ્રધ્ધાળુઓ માટે તૈયાર થઈ જશે
ડો. મિશ્રે વધુમાં જણાવ્યું હતું કે, આઠ એકરમાં નિર્માણાધિન કમ્પાઉન્ડ વોલનું સંપૂર્ણ નિર્માણ 31 ડિસેમ્બર 2024 સુધીમાં પુરું થશે. 31 ડિસેમ્બર 2023 સુધીમાં 50 ટકા નિર્માણ જ સંભવ છે. તેમ છતાં પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન શ્રધ્ધાળુઓના સ્વાગતમાં પ્રવેશ દ્વારનું નિર્માણ ઉભું થઈ જશે. યાત્રી સુવિધાઓ માટે વ્યવસ્થાઓને પણ પૂરી કરી લેવામાં આવશે.