વિસાવદર ખાતેના સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રીતે EVM અને 140 VVPAT મૂકી દેવાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે ઈવીએમ અને વીવીપેટનું પ્રથમ રન્ડેમાઈઝેશન કરવામાં આવ્યું હતું. 87- વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પણ 130 ટકા ઈવીએમ અને 140 ટકા વીવીપેટની માનવીય હસ્તક્ષેપ વગર કોમ્પ્યુટર સોફ્ટવેરના આધારે ફાળવણી કરવામાં આવી છે. ભારતીય ચૂંટણી પંચના નિયત થયેલા નિર્દેશો મુજબ જૂનાગઢ ખાતેના ઇવીએમ વેરહાઉસ ખાતેથી જીપીએસ સાથેના વાહનોમાં રવાના કરીને વિસાવદર ખાતેના સ્ટ્રોંગ રૂમમાં ઇવીએમ – વીવીપેટ સુરક્ષિત રીતે રાખી દેવામાં આવ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે, 294 મતદાન મથકો છે. 382 બેલેટ યુનિટ અને તેટલા કંટ્રોલ યુનિટ 130 ટકા લેખે અને 411 વીવીપેટ 140 ટકા લેખે ફાળવવામાં આવ્યા છે.



