મોરબી જીલ્લાની ત્રણ વિધાનસભા બેઠક સહિત ગુજરાતની 89 બેઠકો માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠક પર આજે સવારે 8 વાગ્યેથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે ટેકનિકલ ખામી અને એરરના કારણે જુદા જુદા મતદાન મથકો ઉપર કુલ મળીને 13 જેટલા મશીનને બદલવામાં આવ્યા છે. મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર 299, ટંકારા પડધરી બેઠક ઉપર 300 અને વાંકાનેર કુવાડવા બેઠક ઉપર 307 મતદાન મથકો ઉપર આજે સવારે 8:00 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા માટે લાઈનમાં ગોઠવાઈ ગયા હતા જોકે હર હંમેશની જેમ જુદા જુદા મતદાન મથકો ઉપર મૂકવામાં આવેલા ઇવીએમ મશીન, વીવીપેટ અને બેલેટ મશીનમાં ટેકનિકલ એરર કે પછી ટેકનિકલ ખામી સર્જાવાના કારણે અમુક મશીનો બદલવા પડ્યા હતા. મોરબી માળિયા વિધાનસભા બેઠકના ચૂંટણી વિભાગના અધિકારી પાસેથી જાણવા મળતી પ્રમાણે, કુલ 6 સીયુ, ચાર વીવીપેટ અને ત્રણ બીયુને ચૂંટણી દરમિયાન મતદાનની પ્રક્રિયા શરૂ થતાની સાથે જ બદલવા પડ્યા હતા અને તાત્કાલિક મતદારો મતદાન કરી શકે તે માટેની વ્યવસ્થા ચૂંટણી વિભાગ દ્વારા ઉભી કરવામાં આવી હતી જે મતદાન મથકો ઉપર મશીનરી બદલવામાં આવી છે તેમાં નાનાભેલા, રંગપર, કાજરડા, અંજીયાસર અને મોરબી શહેરમાં બૂથ નંબર 157, 151 અને 239નો સમાવેશ થાય છે.
માળીયા બેઠકમાં ટેકનિકલ ખામીના કારણે 13 મશીનો બદલવા પડ્યા
You Might Also Like
Follow US
Find US on Social Medias