ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જિલ્લામાં કોરોનાના કેસ વધવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ગયા સપ્તાહ સુધી જિલ્લામાં સિંગલ ડિજિટમાં કેસ આવતા હતા જો કે સોમવારે ડબલ ડિજિટમાં કેસ નોંધાયા હતા ત્યારે મોરબી જિલ્લામાં સોમવારે એક જ દિવસમાં 12 નવા કેસો નોંધાયા છે જયારે 3 દર્દીઓ સ્વસ્થ થઈ જતાં કુલ એક્ટિવ કેસનો આંક 32 એ પહોંચ્યો છે.
મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા સોમવારે 975 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 12 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ 12 દર્દીમાં મોરબી ગ્રામ્યના 9 જયારે શહેરના 2 દર્દી તથા માળીયાના 1 દર્દીનો સમાવેશ થાય છે તો બીજી તરફ અગાઉના 3 દર્દી સ્વસ્થ થયા હતા. હાલમાં મોરબી જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 32 પર પહોંચી ચુકી છે અને આજ દિન સુધીમાં 5,39,839 દર્દીના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 10,821 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા.