દીવમાં પોલીસે લાલ આંખ કરતા દમણમાંથી શરુ થયો વેપલો : કડક કાર્યવાહીની માંગ, છની શોધખોળ 
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કોડીનારના વેલણ ગામના દરિયાકાંઠા ઉપરથી પકડાયેલ 5.43 લાખનો દારૂ દમણથી દરિયાઈ મારફ્ત કોડીનારના દરિયાકાંઠે ઊતાર્યો હોવાના બનાવમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ 18 આરોપીઓને પકડવા કાર્યવાહી કરી હતી. જે બનાવમાં રાજકોટ એલસીબીની ટીમે સુત્રધાર સહીત 12 આરોપીઓને પકડી લઈ વેરાવળ પોલીસ હવાલે કર્યા છે. દીવમાં પોલીસે લાલ આંખ કરતા હવે દમણથી દારૂની ખેપ મારવાનું શરુ કરવામાં આવ્યું હતું જેને પોલીસે ડામી દીધું છે.
- Advertisement -
કોડીનાર તાલુકાના વેલણ ગામના લાઈટ હાઉસ પાસેના દરિયાકાંઠેથી ગત તા.27ના રોજ પોલીસે 5.43 લાખનો શરાબનો જથ્થો પકડીને ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી પકડાયેલા શખ્સોના મોબાઈલ કોલ ડિટેલ ઉપરથી કોડીનાર પોલીસે ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત જ આ શરાબ કાંડ સાથે સંકળાયેલા અન્ય 21 સામે નામ જોગ ફરિયાદ દાખલ કરી હતી બાકી રહેલા 18 પૈકી 12 શખ્સોને રાજકોટ એલસીબી ઝોન 2 પીએસઆઈ રામદેવસીહ ઝાલા અને ટીમે શાસ્ત્રીમેદાન પાસેથી દબોચી લીધા છે પોલીસે કોડીનારના મોસીન ઓસમાણભાઈ હાલાઇ, નાથાભાઈ લખમણભાઈ સોલંકી, શેલેષભાઈ ઉર્ફે બચ્ચો જગુભાઈ કામળીયા,જુબેર હાજીભાઈ પણાવટુ, અજય ઉર્ફે જાડી મોહનભાઈ ભરડા,કલ્પેશ ઉર્ફે કલુ લખમણભાઈ વાજા, અર્જુન લાખાભાઈ રાઠોડ, મોહીતભાઈ પ્રકાશભાઇ વંશ, જયેશભાઈ ભુપતભાઈ રાઠોડ, અજયભાઈ ઉર્ફે બકરી બાબુભાઈ કામળીયા, અરફાન ઉર્ફે જીણી પાડી હારુનભાઈ પાણાવટુ, સતીષભાઈ અરજણાભાઈ કામળીયાની ધરપકડ કરી કોડીનાર પોલીસને સોંપી દીધા છે આ કેસમાં 5 શખસો અને 3 અજાણ્યા હોડી વાળા પોલીસ પક્કડથી દૂર હોય જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.



 
                                 
                              
        

 
         
        