પૂજારા પ્લોટ વિસ્તારમાં આધ્યાત્મિક માહોલમાં ગરબીનું સમાપન: આરતી ડેકોરેશન સહિતની સ્પર્ધાઓ યોજાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.7
શિવમ ગૃપ દ્વારા સંચાલિત શ્રી બાલા હનુમાન ગરબી મંડળનું સતત 11મા વર્ષે સંપૂર્ણ પારિવારિક અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. પૂજારા પ્લોટ વિસ્તારના લોકોએ બહોળી સંખ્યામાં ભાગ લઈને બાળાઓને માતા સ્વરૂપે રાસ રમાડી મા જગદંબાની આરાધના કરી હતી.
આ ગરબી મંડળની વિશેષતા એ છે કે સતત 11મા વર્ષે બાળાઓને સોનાની લ્હાણી આપવામાં આવી હતી, જે આ મંડળની આગવી ઓળખ છે. સોનાની લ્હાણી ઉપરાંત દરરોજ અવનવી લ્હાણી અને વિવિધ નાસ્તાઓનું આયોજન પણ કરાયું હતું.
- Advertisement -
નવરાત્રિ દરમિયાન આરતી ડેકોરેશન સ્પર્ધા અને રાસ ગરબા સ્પર્ધાનું પણ આયોજન કરીને વિજેતાઓને પ્રોત્સાહક ઇનામો અપાયા હતા. શિવમ્ ગૃપના કુલદીપસિંહ પરમાર, અતુલ કારીયા, જયેશ ઉદેશી સહિતની સમગ્ર ટીમે આ આયોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.



