એડવાન્સ વેરામાં તા.12-05-2025 સુધીમાં કુલ 1,91,597 કરદાતાઓ દ્વારા રૂ.120.35 કરોડનો વેરો ભરપાઈ કરાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2025-26 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ:-09-04-2025ના રોજથી વેરાની વસુલાત ચાલુ થયો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્રારા મિલ્કતવેરાના બાકીદારોને રાહત મળી રહે તે હેતુ થી વન ટાઈમ ઇનસ્ટોલમેન્ટ સ્કીમ અમલમાં મુકવામાં આવ્યો છે. આ યોજના કરદાતાઓ સરળ રીતે બાકી વેરાની રકમને વાર્ષિક ધોરણે ચાર હપ્તા(જુનું ચડત + ચાલુ વાર્ષનો વેરો) થકી ભરી શકે છે જેથી બાકી મિલકતવેરામાં ચડત થતું વ્યાજ બંધ થાય છે. ઉપરાંત વર્તમાન સમય સુધીમાં વન ટાઈમ ઇનસ્ટોલમેન્ટ સ્કીમમાં કુલ 1,119 કરદાતાઓએ ભાગ લીધો છે તથા વન ટાઈમ ઇનસ્ટોલમેન્ટ સ્કીમ યોજના તા.31-05-2025 સુધી અમલી રહેશે તો આ યોજનાનો મહત્તમ લાભ લેવા મિલકત ધારકોને વિનંતી કરવામાં આવે છે.
તારીખ:-12-05-2025ના રોજ 1:00 વાગ્યા સુધીમાં કુલ 1,91,597 કરદાતા દ્રારા રૂ.120.35 કરોડની વસુલાત થયી છે. જેમાં કુલ 1,40,036 કરદાતા દ્રારા ઓનલાઇન રૂ.82.76 કરોડ તથા 51,531 કરદાતા દ્રારા ચેક તથા રોકડા થી રૂ.37.59 કરોડ આવક થઈ છે. કુલ વેરામાં 13.65 કરોડ જેટલી માતબર રકમ નું ડિસ્કાઉન્ટ એડવાન્સ વેરો ભરપાઇ કરનારને આપવામાં આવ્યું છે. અર્લિ બર્ડ ડિસ્કાઉન્ટ સ્કીમનો લાભ લઇ કુલ 1,95,657 કરદાતાઓએ વેરાની ચુકવણી કરી છે.
આ ડિસ્કાઉન્ટ યોજના હેઠળ તા.31-05-2025 સુધી સામાન્ય કરદાતાઓને 10% ડિસ્કાઉન્ટ અને મહિલાઓ માટે 15% ડિસ્કાઉન્ટનું પ્રદાન કરવામાં આવે છે. ત્યારબાદ 1 જુન 2025 થી 30 જુન 2025 સુધી મહિલાઓ માટે 10% ડિસ્કાઉન્ટ અને સામાન્ય કરદાતા માટે 5% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જેથી રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ તમામ મિલકતધારકોને આ બંને યોજનાઓનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.