RTIમાં ખુલાસો : 94 મંદિર કાશ્મીર અને 16 જમ્મુ વિભાગના છે
ખાસ-ખબર સંવાદદાતા
આતંકવાદીઓ દ્વારા આને કાં તો તોડી નાખવામાં આવ્યા હતા અથવા બાળી નાખવામાં આવ્યા હતા અથવા તેમને અન્ય કોઈ રીતે નુકસાન થયું હતું. જેમાંથી 94 કાશ્મીર અને 16 જમ્મુ વિભાગના છે. આ ખુલાસો જમ્મુના ગૌતમ આનંદ દ્વારા માહિતી અધિકાર (આરટીઆઈ) હેઠળ માંગવામાં આવેલી માહિતીના જવાબમાં સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદના સમયગાળા દરમિયાન 110 મંદિરોને નુકસાન થયું છે. આતંકવાદીઓ દ્વારા આને કાં તો તોડી નાખવામાં આવ્યા હતા અથવા બાળી નાખવામાં આવ્યા હતા અથવા તેમને અન્ય કોઈ રીતે નુકસાન થયું હતું. જેમાંથી 94 કાશ્મીર અને 16 જમ્મુ વિભાગના છે. આ ખુલાસો જમ્મુના ગૌતમ આનંદ દ્વારા માહિતી અધિકાર (આરટીઆઈ) હેઠળ માંગવામાં આવેલી માહિતીના જવાબમાં સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. જોકે, ગૌતમનો દાવો છે કે તેણે અલગ-અલગ જિલ્લામાંથી અલગ-અલગ આરટીઆઈ દ્વારા 700થી વધુ મંદિરોની માહિતી એકઠી કરી છે. કાશ્મીર પોલીસ હેડકવાર્ટર દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે કાશ્મીરમાં સાત મંદિરોને આતંકવાદીઓએ નુકસાન પહોંચાડ્યું છે. આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે. આગથી આઠ મંદિરોને નુકસાન થયું છે. પૂરના કારણે પાંચ મંદિરોને નુકસાન થયું છે, જયારે અન્ય કારણોસર 73 મંદિરોને નુકસાન થયું છે. એ જ રીતે જમ્મુ ડિવિઝનમાં આતંકવાદીઓ દ્વારા 16 મંદિરોને નષ્ટ કરવામાં આવ્યા છે. તેમાંથી ડોડા જિલ્લામાં 14 મંદિરો એવા છે જેને આતંકવાદીઓએ બાળીને નષ્ટ કરી દીધા હતા. આ પૈકી મુગલ મેદાનના મેહર ગોસાવન મંદિરને 15 ડિસેમ્બરે આતંકવાદીઓએ સળગાવી દીધું હતું. આતંકીઓની ઓળખના અભાવે આ ફાઇલો બંધ કરી દેવામાં આવી છે. એ જ રીતે રેહંગો દેવતા મંદિર પણ 2016માં સળગી જવાને કારણે નાશ પામ્યું હતું. આરટીઆઈથી મળેલી માહિતી મુજબ પુલવામા જિલ્લામાં 47 મંદિરો, ધર્મશાળાઓ અને શાળાઓ હતી જેમાંથી 21 ધ્વસ્ત થઈ ગઈ છે. 26 હજુ સુરક્ષિત છે. આ મંદિરો હેઠળ 115 કનાલ અને 17 મરલા જમીન છે. પહેલગામમાં ત્રણ મંદિરો હતા, જેમાંથી 1992માં પૂર દરમિયાન નુનવાન ખાતેના ગણેશ મંદિરને નુકસાન થયું હતું. ગાંદરબલ જિલ્લામાં તુલમુલામાં માતા ખીર ભવાની, લાબુ શાહ અને શિવ મંદિરો હતા. અહીંના ત્રણ પૈકી લાભુ શાહ મંદિરને નુકસાન થયું છે. ગાંદરબલ જિલ્લાના લાર તહસીલના વંધમા ગામમાં સ્થિત મંદિર અને લારમાં આવેલ રાજસભા મંદિરને સંપૂર્ણ નુકસાન થયું છે. અનંતનાગમાં 128 મંદિરોમાંથી 57 મંદિરોને નુકસાન થયું છે. બારામુલ્લામાં 58 માંથી 33 મંદિરો કોઈ ને કોઈ કારણસર ક્ષતિગ્રસ્ત હાલતમાં છે.