ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
અત્યારસુધીમાં 11 લોકોના મૃતદેહ તેમના સ્વજનોને સોંપાયા છે. એક પછી એક પરિવાર પોતાના સ્વજનના મૃતદેહના અંતિમસંસ્કાર કરવા માટે સ્મશાન પહોંચી રહ્યા છે. આજે એક પછી એક પરિવાર સ્વજનના અંતિમસંસ્કાર માટે સ્મશાન પહોચી રહ્યા છે. પરિવારો ભારે હૈયે સ્મશાનમાં સ્વજનની અંતિમસંસ્કાર આપી રહ્યા છે. જેનાથી કરૂણ દૃશ્યો સામે આવી રહ્યા છે. મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અને ડીએનએ મેચિંગ બાદ તેમના પરિવારજનોને સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ગાંધીનગર માંથી ડી.એન.એ. મેચિંગનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા પરિવારજનોનો સંપર્ક કરી મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. જેમાં અત્યારસુધી 28 મૃતદેહો પૈકી 13 મૃતદેહના DNA સેમ્પલ મેચ થયાનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જે પૈકી 11 મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવ્યા છે. જ્યારે બાકી મૃતદેહની રાહમાં સતત ત્રણ ત્રણ રાતથી સ્વજનોને ઉજાગરા કરવા પડી રહ્યા છે.
- Advertisement -
9 બ્રાહ્મણે મૃતકોની આત્માની શાંતિ માટે પાઠ કર્યા
રાજકોટના ઝછઙ ગેમ ઝોન ખાતે 9 બ્રાહ્મણ દ્વારા મૃતકોની આત્માની શાંતિ માટે પાઠ કર્યા હતા. બ્રાહ્મણો દ્વારા ચતુ:શ્લોકી ભાગવતના પાઠ કરવામાં આવ્યા. ગેમ ઝોન ખાતે દૂધ, તલ, પાણી અને તુલસી સમર્પિત કરી બ્રાહ્મણો દ્વારા પાઠ કરવામાં આવ્યા હતા. ઘટનાસ્થળ પર મૃત્યુ પામેલા વ્યક્તિઓની આત્માઓને શાંતિ મળે એ હેતુથી પાઠ કરવામાં આવ્યા હતા.
11 મૃતદેહની યાદી
– સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા
– સ્મત મનીષભાઈ વાળા
– સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા
– જીગ્નેશ કાળુભાઇ ગઢવી
– ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ
-વિશ્ર્વરાજસિંહ જશુભા જાડેજા
– આશાબેન ચંદુભાઈ કાથડ
– સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા
– નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા
– જયંત અનીલભાઈ ઘોરેચા
– હિમાંશુભાઈ દયાળજીભાઈ પરમાર