શ્રાવણ મહિનો નિમિત્તે ફરાળી ખાદ્ય ચીજો વધુ વેચાતી હોવાથી રાજગરાનો ચેવડો, સાબુદાણાની ખીચડી, વેફર્સ, ફરાળી પેટીશના નમૂના લેતુ આરોગ્ય શાખા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ આલાપ ગ્રીન સીટી પાસે આવેલા “જુલેલાલ પાન કોલ્ડ્રિંક્સ જ્યુસ” પેઢીની તપાસ કરતા સ્થળ પર પેઢીમાં સંગ્રહ કરેલ 11 લીટર સરબત બોટલ તથા ઠંડાપીણાં એક્સપાયરી ડેટ હોવાથી જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. શ્રાવણ માસ નિમિતે ફરાળી ખાદ્યચીજોનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થતો હોય ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ફરાળી ખાદ્યચીજો અંગે કુલ 18 સ્થળોએ વિક્રેતાઓની હાઈજેનિક કન્ડિશન તથા શંકાસ્પદ ફરાળી ખાદ્યચીજો અંગે સર્વેલન્સ ચેકિંગ કરવામાં આવ્યું જેમાં કુલ 5 નમૂના લેવામાં લેવામાં આવ્યા હતા.
ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી વ્હીકલ વાન સાથે શહેરના એ.જી. ચોક-પ્રેમ મંદિર સામે હોકર્સ ઝોન તથા ભગતસિંહ ગાર્ડન સામે આવેલ વિસ્તારમાં ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી. જેમાં 4 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી.
- Advertisement -
ફરાળી આઈટમના નમૂના લેવાયા
1. રાજગરાનો ફરાળી ચેવડો (લુઝ): સ્થળ – શ્રી બહુચરાજી સ્વીટ નમકીન બેકરી, બ્લોક નં.128, શિવશક્તિ કોલોની, જે.કે. ચોક પાસે, યુનિવર્સિટી રોડ
2. સાબુદાણાની ફરાળી ખીચડી (લુઝ): સ્થળ – પ્રજાપતિ ફરાળી ખીચડી સેન્ટર, શિવશક્તિ કોલોની, શેરી નં.08, બ્લોક નં.125, યુનિવર્સિટી રોડ
3. શ્રી જલારામ ફૂડ્સ ફરાળી પોટેટો સ્ટીક: સ્થળ -શ્રી ખોડિયાર ડેરી ફાર્મ -આઇસ્ક્રીમ નમકીન, ક્રિષ્ના પાર્ક સોસાયટી બ્લોક નં.33, આલાપ સેન્ચુરી સામે, પુષ્કરધામ રોડ
4. ફરાળી લોટ -પેટીશ માટેનો (લુઝ): સ્થળ -શ્રી ખોડિયાર ડેરી ફાર્મ -આઇસ્ક્રીમ નમકીન, ક્રિષ્ના પાર્ક સોસાયટી બ્લોક નં.33, આલાપ સેન્ચુરી સામે, પુષ્કરધામ રોડ
5. ફરાળી પેટીશ (લુઝ): સ્થળ -રાધેશ્યામ ડેરી ફાર્મ, વિમલનગર મેઇન રોડ, યમુના પુષ્ટિ હવેલી નીચે, પુષ્કરધામ પાછળ