રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત થનારા બાળકો સાથે પીએમ પણ કરશે મુલાકાત
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ 6 કેટેગરીમાં અસાધારણ સિદ્ધી મેળવનારા 11 બાળકોને સોમવારે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2023 એનાયત કરશે. વડાપ્રધાન મોદી પણ 24 જાન્યુઆરીએ આ પુરસ્કાર વિજેતાઓ સાથે વાતચીત કરશે. કેન્દ્રીય મહિલા તથા બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની પણ આ બાળકો સાથે વાતચીત કરશે અને રાયમંત્રી ડો. મુંજપારા મહેન્દ્રભાઈની હાજરીમાં તેમને શુભેચ્છા પાઠવશે. એવોર્ડ મેળવનારાઓમાં 11 રાયો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 6 છોકરા અને 5 છોકરીઓ સામેલ છે. પીએમઆરબીપીના દરેક પુરસ્કાર વિજેતાને એક મેડલ, 1 લાખ પિયા રોકડ ઈનામ અને એક પ્રમાણપત્ર અપાશે. કેન્દ્ર સરકાર બાળકોને તેમની અસાધારણ સિદ્ધી માટે પીએમઆરબીપી પુરસ્કારથી સન્માનિત કરે છે.