સેત્રંજ વડાલા ગામમાં એક શ્રમિક પરિવારની એક સગર્ભાને સાંજના સમયે પ્રસુતિની પીડા ઉપડતા 108 ને ફોન કર્યો હતો. જેની જાણ બિલખાની 108 ટીમને કરી હતી. બિલખા 108 ની ટીમ ના ઇ.એમ. ટી. વિશાલ ભાલોડિયા અને પાયલોટ જીતુદાન ગઢવી સેત્રંજ વડાલા 7 વાગ્યે વાડી વિસ્તારમાં જવા રવાના હતા. વિસાવદર તાલુકાના સેત્રંજ વડાલા વાડી વિસ્તારમા ખેતી કામ કરતા અનિતાબને અનિલભાઇ નામના મહિલાને 9 માસ પુર્ણ થતા પ્રસુતિની પીડા ઉપડતા 108 ની ટિમને જાણ કરવામાં આવી હતી.પણ સગર્ભાને વધારે દુ:ખાવો થતો હતો, તેથી મહિલાને હોસ્પિટલ લઇ જવાનો સમય ન હોવાથી 108 નાં ઈએમટી વિશાલ ભાલોડીયાએ 108 ની હેડ ઓફિસના ડોક્ટરની સલાહ પ્રમાણે ઘરે જ નોર્મલ ડિલિવરી કરાવી હતી અને બાળકી નો નો જન્મ કરાવ્યો હતો અને માતા અને પુત્રી નો જીવ બચાવ્યો હતો બંને ને વિસાવદર સરકારી હોસ્પિટલ પહોચાડ્યા હતા.