મંગળવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ
પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે 104 છાત્રો, ડીન અને સીન્ડીકેટ સભ્યો સહિત 150ની ઉપસ્થિતિ
શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીની ખાસ હાજરી : બે ભવનના નવા બિલ્ડીંગનું લોકાર્પણ
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 2021-2022નું શૈક્ષણિક વર્ષનો પદવીદાન સમારોહ તા. 1 ફેબ્રુઆરી શહેરના રૈયા રોડ ઉપર આવેલ શ્રી પ્રમુખસ્વામી ઓડીટોરીયમ ખાતે કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે 150 સંખ્યાની મર્યાદામાં યોજવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નિતીનભાઇ પેથાણીએ જણાવ્યું છે કે, તા. 1 ફેબ્રુઆરીએ સવારે 11.30 કલાકે રૈયા રોડ સ્થિત પ્રમુખસ્વામી ઓડીટોરીયમ ખાતે પદવીદાન સમારોહ યોજાયા છે. કોરોનાની જઘઙ મુજબ સમારોહમાં માત્ર 150 વ્યકિતઓ જ ઉપસ્થિત રહેશે. જેમાં 104 સુવર્ણચંદ્રક વિજેતા છાત્રો, તમામ વિદ્યાશાખાના ડીનશ્રી, સીન્ડીકેટ સભ્યો, શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી સહિતના ઉપસ્થિત રહેશે. આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલશ્રી ઓનલાઇન ઉપસ્થિત રહીને સંબોધન કરશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહની સાથે ગર્લ્સ હોસ્ટેલ તેમજ નેનો સાયન્સ ભવનના નવા બિલ્ડીંગનું વર્ચ્યુઅલ લોકાર્પણ થશે.