વેપારીઓ ઝોળી કરી વૃદ્ધને 108 સુધી લઇ ગયા: ટ્રાફિક સમસ્યા હલ કરવા વેપારીઓની માંગ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
- Advertisement -
જૂનાગઢ પંચહાટડી અને માંગનાથ રોડ પર દિવસે દિવસે ટ્રાફીક સમસ્યા વધતી જાય છે.ત્યારે મંગાનાથ વિસ્તારમાં ખરીદી કરવા આવતા લોકો આડેધડ પાર્કિંગ કરીને ખરીદી કરવા જતા રહે છે તેની સાથે વેપારીઓના પણ વાહનો દુકાન પાસે પાર્ક હોવાથી ટ્રાફિક સમસ્યા વધતી જાય છે.જેના કારણે આગના બનાવ સમયે તેમજ મેડિકલ ઈમજન્સી સેવા માટે 108ને પણ આ વિસ્તારમાં બનાવ સ્થળ સુધી પોંહચવું મુશ્કેલ બન્યું છે.ત્યારે સ્થાનિક વેપારી આગેવાનોએ ટ્રાફિક સમસ્યા મુદ્દે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
બીજી તરફ શોપિંગ મોલમાં પાર્કિંગ વ્યવસ્થા ન હોવાને કારણે પણ ટ્રાફિક સમસ્યા ઉદભવે છે. શહેરની મુખ્ય બજાર માંગનાથ રોડ પર ગઈકાલ સાંજના સમયે વલ્લભાશ્રય કોમ્પલેક્ષની સામે 72 વર્ષીય ચોકીદાર પ્રેમજીભાઈ બાવાજીને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા 108 સેવાને સ્થાનિક વેપારીઓ ફોન કર્યો હતો પણ સાંજના સમયે બજારમાં આડેધડ વાહન પાર્કિંગ હોવાથી 108 એમ્બ્યુલન્સ અઝાદચોકથી પંચહાટડી ચોક સુધી આવી ન શકી ત્યારે 108ને વણઝારી પાસે રાખવામાં આવી અને જે વૃદ્ધ ચોકીદારને હાર્ટ એટેક આવ્યો હતો તેને વેપારી દ્વારા ઝોળી કરીને 500 મીટર સુધી પગપાળા ચાલીને 108 સુધી પોહાચાડવામાં આવેલ ત્યારે હવે કોઈ બીજો એવો બનાવ બને તે પેહલા ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવે તેવી પોલીસ પાસે વેપારીઓ માંગ કરી રહ્યા છે.