ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ રાજય સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા એડવેન્ચર કોર્સ તા.20 થી 26 ફેબ્રુઆરી દરમિયાન ખડક ચઢાણ તાલીમ પૂર્ણ થયેલ હતી જેમાં કુલ 106 જેટલા ભાઈઓ અને બહેનોએ પર્વતારોહણની ખડક ચઢાણની તાલીમ લીધી હતી આ શિબિર દરમ્યાન બાળકોએ ખડક ઉપર જુદી જુદી પદ્ધતિથી ચઢવું તેમજ સાધનોની મદદથી ખડક ઉપરથી નીચે ઉતરવું તથા જંગલોમાં ટ્રેકિંગ વિષે જ્ઞાન મેળવ્યું હતુ. આ ઉપરાંત વિવિધ પ્રકારના ઓપ્ટીકલ્સની તાલીમ મેળવી. તથા ગિરનારની જુદી જુદી વનસ્પતિ તેમજ પશુ-પક્ષીઓ વિષે માહિતી મેળવી હતી.આ પૂર્ણાહુતી કાર્યક્રમના અધ્યક્ષ જલ્પાબેન કયાડા, ભુપતભાઈ મકવાણા, બી.ડી. ગડચર વ્યાયામ મંડળના પ્રમુખ, નીતાબેન વાળા, માનદ ઇન્સ્ટ્રક્ટરઓના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી ર્તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.