નોકરી માટે ફોન કરનાર શખસ સામે શાપર વેરાવળ પોલીસમાં નોંધાઈ ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરના દોઢસો ફુટ રીંગ રોડ પર આવેલ નહેરૂનગર સોસાયટીમાં રહેતા અને શાપર વેરાવળમાં પ્લાસ્ટીક બનાવવાનું કારખાનું ધરાવતા ભુપતભાઈ હરજીભાઈ ખુંટએ શાપર પોલીસમાં ભાવીન રાણવા સામે ફરીયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને અજાણ્યા નંબરથી ફોન આવેલ અને તેનું નામ સંજયભાઈ જણાવી કહ્યું કે તમારા કારખાનામાં સેવાપૂજા તથા ગાર્ડમાં માણસની જરૂર છે. તેમ પુછતા તેઓએ કહ્યું કે કોઈ સારા માણસ હોય તો કહેજો તેમ વાત થઈ હતી. બાદમાં ફરી અજાણ્યા નંબરથી ફોન આવેલ અને સામાવાળાએ પોતાનું નામ ભાવિન જણાવ્યું હતું અને સંજયભાઈએ તમારો નંબર આપ્યો છે.
- Advertisement -
કહી માણસની જરૂર છે. તેમ વાત કરતા તેઓ કારખાનેથી નીકળી ગયેલ હોય જેથી કાલે આવવાનું કહ્યું હતું અને ગત.તા.21/9ના ભાવિનનો ફોન આવ્યો ત્યારે તેઓ બહાર હોવાથી તેઓને ત્યાં અગાઉ કામ કરતા ઘનશ્યામભાઈ વ્યાસને ફોન કરી કારખાને ભાવિને મળી કામકાજ સમજાવી દેવાનું કહ્યું હતું. બાદમાં ઘનશ્યામભાઈએ તેઓને ફોન કરી કહ્યું કે ભાવિનનો ફોન આવ્યો હતો અને તેણે કીધું કે તમારા શેઠે કહ્યું કે તમે દલિત છો સેવા પુજાનું કામ તમે ન કરી શકો તેમ કહી મને ના પાડી દીધી છે. તેમ વાત કરેલ હતી. બીજા દિવસે તે કારખાને હતા. ત્યારે શખસ આવ્યો અને કહ્યું કે તમારા વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી આપી દીધી છે મને દોઢ લાખ રૂપિયા આપવા પડશે નહી તો તમે મને કારખાનામાં ગોંધી રાખી મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની એટ્રોસીટીની ફરીયાદ લખાવી તમને ફીટ કરાવી દઈશ તેમ વાત કરતા તેઓએ બીકના લીધે રૂ.10 હજાર અને બાકી પૈસા માટે અઠવાડીયાનો સમય માંગેલ હતો. બાદમાં શખસ સાથે કોઈ સંપર્ક થયેલ નહીં જેથી તેના વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી શખસની શોધખોળ હાથ ધરી છે.