– જીએસટી કાઉન્સીલના નિર્ણયમાં માર્ગરેખા આવે કે તુર્તજ ‘સ્પીડપોષ્ટ’ થી મોકલાશે
દેશમાં ઓનલાઈન ગેમીંગને જીએસટીના દાયરામાં લાવીને તેના પર 28%ના સ્લેબનો વેરો લાદવાના જીએસટી કાઉન્સીલના નિર્ણયથી હવે ગેમ પોર્ટલ માટે મુશ્કેલ સ્થિતિ સર્જાઈ હોવાના સંકેત છે અને એક વખત જીએસટી કાઉન્સીલના નિર્ણય પર સતાવાર પરિપત્ર આવી ગયા બાદ 40 જેટલી ગેમીંગ કંપનીઓને નોટીસ મોકલી તેમની પાસેથી ટેક્ષ ઉઘરાવી કરાવાશે.
- Advertisement -
આ ઉપરાંત કર્ણાટક સ્થિત એક ગેમીંગ કંપની ગેમક્રાફટ પાસેથી રૂા.21000 કરોડનો વેરો વસુલવા સરકાર સુપ્રીમ કોર્ટમાં પણ જશે.જીએસટી કાઉન્સીલ દ્વારા ઓનલાઈન ગેઈમ ઉપરાંત કેસીનો ઘોડાદોડ વિ. પર 28%નો જીએસટી લાદયો છે. કાઉન્સીલના નિર્ણય સાથે જ જીએસટી ઓથોરીટી એકશનમાં આવી ગઈ છે.
જો કે અનેક ગેમમાં હવે તે ચાન્સ (નસીબ) કે સ્કીલ (આવડત)ની ગેઈમ છે તે અંગે કાઉન્સીલના નિર્ણય બાદ નિશ્ચિત થશે પણ હવે ઓનલાઈન ગેમીંગ પોર્ટલમાં ઓળખ આઈડી-આધાર-પાન વિ.થી જ સબક્રીપ્શન મેળવી શકાશે અને રૂા.10000થી વધુની તમામ વાર્ષિક કમાણી પર હજું ટીડીએસનો વિવાદ બાકી છે પણ આ માટે અનેક હજુ સ્પષ્ટતાઓ બાકી છે તથા કઈ પદ્ધતિથી ટેક્ષ વસુલાય- પુરા દાવ પર જો જીએસટી લાગે તો ગેમ રમનાર હારે કે જીતે 28% તો હારી જ જશે તે નિશ્ચિત છે. ઉપરાંત ગેઈમમાં હારજીત એ નસીબ છે કે સ્કીલ તે વિવાદ હજું સુપ્રીમમાં પેન્ડીંગ છે.