ઈઇઈંએ 4 ચીની નાગરિક વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
કેન્દ્રીય તપાસ બ્યુરો (ઈઇઈં)એ આંતરરાષ્ટ્રીય સાયબર અપરાધમાં સામેલ ચાર ચીની નાગરિકો અને 58 કંપનીઓ સહિત 17 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. અધિકારીઓએ રવિવારે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે આ આરોપીઓએ સોથી વધુ નકલી કંપનીઓ બનાવી અને લગભગ 1 હજાર કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરી.
આ તમામ સાયબર છેતરપિંડી કરનારા એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે જોડાયેલા હતા, જે શેલ કંપનીઓ દ્વારા છેતરપિંડી કરતા હતા. આ નેટવર્ક પોન્ઝી યોજનાઓ અને મલ્ટી-લેવલ માર્કેટિંગ (ખકખ) મોડેલની સાથે-સાથે નકલી એપ અને જોબ ઓફર દ્વારા લોકોને પોતાની જાળમાં ફસાવતું હતું.
સીબીઆઈ દ્વારા ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર પાસેથી મળેલી માહિતીના આધારે કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી, ગયા ઓક્ટોબર મહિનામાં સાયબર છેતરપિંડીના નેટવર્કનો પર્દાફાશ થયો હતો. તપાસ ટીમોએ આ સંગઠિત નેટવર્ક શોધી કાઢ્યું હતું, જે અલગ-અલગ પ્રકારના સાયબર ફ્રોડ કરતું હતું. આ સાયબર ઠગો ફર્જી લોન, ફર્જી રોકાણ યોજનાઓની લાલચ આપીને લોકોને પોતાની જાળમાં ફસાવતા હતા.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સાયબર છેતરપિંડી કરનારાઓએ એક અત્યંત જટિલ ટેકનિકનો ઉપયોગ કર્યો હતો, જેમાં અસલી નિયંત્રકોની ઓળખ છુપાવવા અને કાયદા અમલીકરણની તપાસથી બચવા માટે ગૂગલ જાહેરાતો, બલ્ક જખજ અભિયાનો, સિમ-બોક્સ મેસેજિંગ સિસ્ટમ, ક્લાઉડ સર્વર, ફિનટેક પ્લેટફોર્મ અને ડઝનબંધ નકલી બેંક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
111 નકલી-શેલ કંપનીનો પર્દાફાશ થયો
તપાસ દરમિયાન અધિકારીઓને જાણવા મળ્યું કે, આ ઓપરેશનના કેન્દ્રમાં 111 નકલી શેલ કંપનીઓ હતી. આ શેલ કંપનીઓ નકલી ડિરેક્ટરો, નકલી દસ્તાવેજો અને નકલી સરનામાનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી. તપાસમાં એ પણ બહાર આવ્યું કે આ કંપનીઓમાં સેંકડો બેંક ખાતાઓ દ્વારા 1,000 કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.



