વાયડકટ-પિઅર બાંધકામ પુરજોશમાં ચાલુ ગુજરાતની 8 નદીઓ પરનું કામ પુર્ણતામાં
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.4
- Advertisement -
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટ માટેની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જમીન સંપાદનનું કામ 100 ટકા પુર્ણ થયુ છે જેમાં ગુજરાત દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્ર વચ્ચે જમીન સંપાદન કરાયુ છે. વાયડકટ અને પિઅર બાંધકામ પુરજોશમાં ચાલુ છે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટમાં જાપાનીઝ શિકનસેન ટ્રેક સિસ્ટમ પર આધારિત બેલાસ્ટલેસ ટ્રેકની જે સ્લેબટ્રેક સિસ્ટમ હશે. ભારતમાં પહેલીવાર જે સ્લેબ બેલાસ્ટલેબ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
સુરત અને વડોદરા ખાતે 35000 એમટીથી વધુ જેઆઈએસ રેલ અને ટ્રેક બાંધકામ મશીનરીના 3 સેટ મળતા કામગીરી ઝડપથી થઈ રહી છે. ગુજરાતના વલસાડમાં ઝરોલી ગામ પાસે 350 મીટર લંબાઈની પ્રથમ પર્વતીય ટનલનુ કામ પૂર્ણ થઈ ગયુ છે. આ ઉપરાંત સુરત, આણંદ અને વડોદરામાં અનુક્રમે 70 મીટર, 100 મીટર અને 130 મીટરના 3 સ્ટીલ બ્રિજનું કામ પણ પુર્ણતા પર છે.
આ પુલ બુલેટ ટ્રેન કોરિડોરનુ કામ કુલ 24 નદીના પુલોમાંથી આઠ નદીઓ પર કામ થઈ રહ્યું છે. વલસાડના ઔરંગા, પાર, નવસારીના પુર્ણા, મીંઢોળા, અંબિકા, વેંગણીયા અને વડોદરાના ઘાઘટમાં કામગીરી પુર્ણ થઈ ગયેલ છે. તેમજ અન્ય મહત્વની નદીઓ નર્મદા, તાપી, મહી, સાબરમતી પર કામ ચાલુ છે. ભારતની પ્રથમ 7 કી.મી. એડરસી રેલ ટનલ માટે કામની શરૂઆત થઈ છે. જે મહારાષ્ટ્રમાં બીકેસી અને શિલફ્રાય વચ્ચે 21 કી.મી. લાંબી ટનલનો એક ભાગ છે. મુંબઈ બુલેટટ્રેન સ્ટેશનના નિર્માણ માટે અને ભુગર્ભ અન્ડર સી ટનલ માટે શાકુટ માટે ખોદકામ ચાલુ છે. મહારાષ્ટ્રમાં એલિવેટેડ સેકશન માટે પણ સિવિલ વર્ક પ્રગતિમાં છે. ગુજરાતમાં 352 કી.મી. વાયાડકટ અને ગર્ડર કાસ્ટીંગનું 222 કી.મી. કામ પૂર્ણ થયુ છે તેમજ 5549 ગર્ડર્સ નાખવામાં આવ્યા છે. ગુજરાતના 8 સ્ટેશનોમાં પાયાનુ કામ પુર્ણ થયુ છે. જેમાં વાપી-રેલ લેવલનો સ્લેબ પુર્ણ થયો.
બીલીમોટા પ્લેટફોર્મ લેવલનો સ્લેબ, સુરતમાં 770/815 મીટર પ્લેટફોર્મ સ્લેબ, આણંદમાં 820/830 મીટર પ્લેટફોર્મ સ્લેબ, અમદાવાદમાં 60/415 મીટરનો પ્લેટફોર્મ સ્લેબ ભરૂચમાં 350/450 મીટર રેલ લેવલ સ્લેબનુ કામ પુર્ણ થયુ છે. સુરત ડેપોમાં માળખાકીય કાર્ય પુર્ણ થયુ છે. સાબરમતી ડેપોમાં માટીકામ પુર્ણ થયુ. વહીવટી જીવન માટે આરસીસીનું કામ ચાલુ છે.