તાલાલાથી ઉપડતી મીટર ગેજ ટ્રેનોમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વધારાના કોચ લગાવો
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.30
તાલાલા રેલવે સ્ટેશન ઉપરથી વેરાવળ,જુનાગઢ,ઉના,દેલવાડા તરફ જતી દશ મીટરગેજ પેસેન્જર ટ્રેનો દોડે છે.આ તમામ ટ્રેનોમાં પુનિત શ્રાવણ માસ દરમિયાન ટ્રાફિકમાં જબરો વધારો થયો હોય તમામ ટ્રેનો ના કોચમાં વધારો કરવા મુસાફર જનતા માંથી પ્રબળ લોક માંગણી ઉઠી છે.
- Advertisement -
તાલાલા રેલવે સ્ટેશન થી ઉપડતી મીટરગેજ ટ્રેનોના પાંચ કોચ હતાં જેમાં ઘટાડો કરી માત્ર ત્રણ કોચ રાખવામાં આવ્યા છે.પુનિત શ્રાવણ માસ દરમિયાન ગીર સોમનાથ જિલ્લા તથા જુનાગઢ જિલ્લાના વિવિધ ધાર્મિક આશ્રમો તથા દેવાલયોમાં દર્શન કરવા ભાવિકોનો પ્રવાહ શરૂ થયો છે જેથી ટ્રેનોમાં ભાવિકોને બેસવાની પૂરતી જગ્યા મળતી નથી.મોટાભાગની ટ્રેનોમાં ભાવિકોને ઉભા ઉભા મુસાફરી કરવી પડે છે.પુનિત શ્રાવણ માસ દરમિયાન ભાવિકોની ભીડ ધ્યાને લઈ તાલાલા ગીરથી ઉપડતી તમામ પેસેન્જર ટ્રેનોમાં વધારાના બે-બે કોચ લગાવવા જરૂરી છે.રેલવે વિભાગના અધિકારીઓ આ અંગે તપાસ કરી પુનિત શ્રાવણ માસ દરમિયાન તમામ ટ્રેનોમાં વધારાના કોચ લગાવે તેવી પ્રબળ લોક માંગણી ઉઠી છે.