ફેસબુક આ લિસ્ટમાં હોય એવા સંગઠનો ઉપર વિશેષ નજર રાખે છે
ખાસ-ખબર સંવાદદાતા
ફેસબુકનું સિક્રેટ ડેન્જર લિસ્ટ લીક થઈ ગયું હતું. એમાં ભારતની 10 સંસ્થાઓનો સમાવેશ થતો હતો. આ સંસ્થાઓ ઉપર ફેસબુકે પ્રતિબંધ મૂક્યો છે. પ્રતિબંધિત સંસ્થાઓમાં હિન્દુત્વ જૂથ સનાતન સંસ્થા, સીપીઆઈએમ, નાગાલેન્ડની સોશિયાલિસ્ટ કાઉન્સિલ વગેરેનો સમાવેશ થતો હતો.
ફેસબુકનું ડેન્જર સિક્રેટ લિસ્ટ લીક થઈ ગયું હતું. ફેસબુકે જેના પર પ્રતિબંધ મૂક્યો છે તેના નામ આ લિસ્ટમાં છે. એમાં ભારતના 10 લોકો કે સંગઠનોનો પણ સમાવેશ થાય છે. ફેસબુકે આ સંગઠનો કે વ્યક્તિઓના ત્રણ લેવલ પાડયા હતા. આતંકવાદી સંગઠનો કે નફરત ફેલાવતા સમુહોને પહેલા લેવલમાં રખાયા હતા. હથિયારો સાથે સામાજિક આંદોલનો કરતા સંગઠનો કે લોકોને બીજા લેવલમાં રખાયા હતા. લશ્કરી રાહે આંદોલનો કરતા સંગઠનોને ત્રીજા લેવલમાં મૂકવામાં આવ્યા હતા.
- Advertisement -
ઈન્ટરસેપ્ટે ફેસબુકની આ સિક્રેટ લિસ્ટ બહાર પાડી દીધું છે. સામાન્ય રીતે ફેસબુક આ લિસ્ટમાં હોય એવા સંગઠનો ઉપર વિશેષ નજર રાખે છે. તેના પ્લેટફોર્મનો ગેરવાજબી ઉપયોગ ન થાય તે માટે ફેસબુક એ લિસ્ટનો ઉપયોગ કરે છે. ભારતના સંગઠનો ઉપરાંત ભારતે પ્રતિબંધિત કરેલા પણ ભારતના મુદ્દે આંદોલન કરતા અમુક સંગઠનો પણ લિસ્ટમાં સામેલ છે, જેમાં ખાલિસ્તાન ટાઈગર્સ ફોર્સ, ખાલિસ્તાન ફોર્સ, જમિયત ઉલ મુઝાહિદ્દીન, ઈન્ડિયન મુઝાહિદ્દીન વગેરેનો સમાવેશ થાય છે.



