ફરિયાદીને 1.80 લાખ રૂપિયા પરત ન આપે તો વધુ ત્રણ માસની કેદ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
ધ્રાંગધ્રા શહેરમાં રાધે ફેશન નામની દુકાન ધરાવતા કપડાના વેપારી પરેશ મધુકાંતભાઈ રાવલ દ્વારા વર્ષ 2019માં તેઓના મિત્ર નરેન્દ્રસિંહ બનેસંગસિંહ પરમાર પાસેથી 1.80 લાખ રૂપિયા લીધા હતા જે હાથ ઉછીના રૂપિયા વેપારી અને તેઓના પત્ની દ્વારા દોઢેક વર્ષમાં પરત આકવાનું જણાવ્યું હતું પરંતુ સમયગાળો પૂર્ણ થવા છતાં રૂપિયા પરત નહિ આપતા વેપારી પાસેથી લીધેલ 1.80 લાખનો ચેક મિત્ર નરેન્દ્રસિંહ દ્વારા બેંકમાં જેમાં કરતા ચેક રિટર્ન થવાથી ધ્રાંગધ્રા એડિશનલ ચીફ જ્યું. મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચેક રિટર્નનો કેશ કર્યો હતો જેમાં ફરિયાદી પક્ષ મહાન ધારાશાસ્ત્રી સહદેવસિહ જાડેજા દ્વારા ધારદાર દલીલ થકી મેજિસ્ટ્રેટ આર.અર.ઝીબા દ્વારા વેપારી પરેશભાઈ રાવલને એક વર્ષની સજા અને મિત્ર નરેન્દ્રસિંહ પાસેથી હાથ ઉછીના લીધેલા 1.80 લાખ રૂૂપિયા પરત આપવાની સજા સંભળાવી હતી જો વેપારી 1.80 લાખ પરત ન આપે તો વધુ ત્રણ માસની સફાઈ કેદની પણ સજા આપી હતી.