કોટડાસાંગાણી પોલીસ મથકમાં છેતરપિંડી અંગે નોંધાવી ફરિયાદ
બોગસ સનદ ઊભી કરી, ખોટા દસ્તાવેજ આધારે સહાય મેળવી આચરેલી છેતરપિંડી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગોંડલ રહેતા અને કોટડાસાંગાણી તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતાં રિધ્ધિબેન પટેલે હર્ષદ નાથા દાફડા કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી, ફોર્જીંગ સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ તા.21/10/2023 થી ફરજ બજાવે છે.
ગઈ તા.03/01/2024 ના એક જાગૃત નાગરિકે કોટડા સાંગાણીના હર્ષદ દાફડા વીરુધ્ધ ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરી આર્થિક લાભ મેળવી સરકારી તંત્ર સાથે છેતરપીંડી કર્યાની આક્ષેપની અરજી કરેલ હતી જે અરજી અંતર્ગત કચેરી દ્રારા તપાસ કરાવવા કોટડાસાંગાણી તલાટી મંત્રી પાસેથી અહેવાલ મંગાવતા તેઓએ અહેવાલ આપતાં જેમાં હર્ષદ દાફડાના નામે કોટડા સાંગાણી ગામમાં 100 ચો.વાર રહેણાક હેતુ પ્લોટ મળેલ નથી, પરંતુ તેમના પીતા નાથાભાઈ દાફડાના નામે 100 ચો.વાર મફત પ્લોટ મળેલ છે જેની વિગત ગામ નમુના નં.2 ના ક્રમ નંબર 1345 ઉપર નોંધાયેલ છે. જે નોંધમાં વારસાઈ કે અન્ય કોઈ ફેરફાર થયેલ નથી.
બાદમાં આઈ.આર.ડી. શાખા પાસે અહેવાલ મંગાવતા આઈ.આર.ડી. શાખાએ અહેવાલ પાઠવેલ જેમા હર્ષદ દાફડાને ડો.આંબેડકર આવાસ યોજનાના હેઠળ મનરેગા યોજના અંતર્ગત 90 દિવસની મળવાપાત્ર રોજગારી રૂ.20381 ચુકવેલ છે. તેમજ જિલ્લા પંચાયતમાં સમાજ કલ્યાણ શાખા પાસેથી અહેવાલ મંગાવતા તેમાં હર્ષદ દાફડાને ડો. આંબેડકર આવાસ યોજના અંતર્ગત પોર્ટલ પર ચકાસણી કરતા તેઓને રૂ.1.20 લાખની સહાય મંજુર કરી ચુકવેલ છે. જેમાં દસ્તાવેજી પ્લોટ સનદ હુકમ તથા બાંધકામની રજા ચિઠ્ઠી તથા સમાજ કલ્યાણ નીરીક્ષકનો સ્થળ તપાસણી રીપોર્ટ સહિતના પુરાવાને આધારે સહાય ચુકવેલ હતી તેમજ દસ્તાવેજ પ્લોટ સનદ હુકમ ચકાસણી કરવાં તાલુકા કક્ષાની લેન્ડ કમીટી રજીસ્ટર તપાસ કરતા હર્ષદ દાફડાની અરજી ત્રણ વખત લેન્ડ કમીટીએ ના મંજુર કરેલ હતી. તેમ છતા આરોપીએ સમાજ કલ્યાણ ખાતામાં ખોટા દસ્તાવેજી સનદ હુકમ રજૂ કરી સહાય મેળવી આર્થીક લાભ મેળવેલ હતો.
- Advertisement -
તેમજ આરોપી પાસેથી ખુલાસો માંગતા તેમને લેખીતમાં જવાબ પાઠવી પોતાના પાસે રહેલ પુરાવામાં મનરેગા યોજનાનુ જોબકાર્ડ, દસ્તાવેજી સનદ, હુકમ તથા કબ્જો સોંપ્યાનું રોજ કામની નકલ રજુ કરેલ હતી. ત્યારબાદ તેને રૂબરૂ બોલાવી ખુલાસો માંગતા તેઓ દ્રારા 100 ચો.વારના અસલ હુકમ તથા અસલ સનદ બતાવતા જે નકલ સમાજ કલ્યાણ દ્રારા રજુ કરવામાં આવેલ હુકમ સાથે ચકાસતા આરોપીએ રજુ કરેલ સનદમાં તેની પત્નીનુ નામ નીલમબેન હર્ષદ દાફડા લખેલ હતું. ચતુર્દીશામાં પશ્ચીમે પ્લોટ નં.20 તેમજ ઉત્તરે પ્લોટ નં-23 તેમજ પુર્વે જાહેર રસ્તી તેમજ દક્ષીણે જાહેર રસ્તો લખેલ હતુ. ઉપરાંત સરપંચ-તલાટી મંત્રી, સર્કલ ઇન્સ્પેક્ટર, તાલુસ વિકાસ અધિકારીની સહીઓ હતી જયારે સમાજ કલ્યાણ ખાતામાંથી રજુ થયેલ સનદમાં તેની પત્નીનુ નામ નીર્મળાબેન હર્ષદભાઈ દાફડા લખેલ હતું. જેમાં ચતુ ર્દીશામા પ્લોટ નંબર-19 તેમજ ઉતરમા કાંઈ લખેલ નથી. પુર્વે જાહેર રસ્તો, દક્ષીણે જાહેર રસ્તો 30 ફૂટ લખેલ હતુ. સરપંચ- તલાટી મંત્રી સર્કલ ઇન્સ્પેક્ટર, તાલુકા વિકાસ અધિકારીની હતી. જેમા સરપંચની સહી અલગ હતી પ્રાથમીક દ્રષ્ટિએ લખાણમા છેડછાડ કરેલ તેમજ ખોટા દસ્તાવેજ ઉભા કરી લાભ લીધેલ હોય તેવુ જણાયું હતું. તેમજ ગામ પંચાયત ગામ નમુના નં. -2 માં આરોપીનું હોય અને તલાટી મંત્રીએ રજુ કરેલ ગામ નમુના નંબર-2 ની ચકાસણી કરતા તેમા નાથાભાઈ પ્રેમજીભાઈનું નામ હોવાનું જણાયેલ હતું.