મોદી દ્વારા રચિત માડી ગરબા રમવાનો વિશ્ર્વ વિક્રમ: લંડન અને ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડમાં પણ સામેલ
મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને પ્રદેશ પ્રમુખ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજકોટમાં ખેલૈયાઓને ડોલાવતા પાર્થિવ ગોહિલ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવરાત્રી પર્વ નિમિત્તે રચિત ગરબો માડી પર શરદપૂનમની રઢીયાળી રાતે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે એક લાખ 21 હજારથી વધુ ખેલૈયાઓને પાર્થિવ ગોહિલની ટીમે સંગીતના તાલે રાસ ગરબા રમવાનો રેકોર્ડ સર્જાયો હતો. આ પ્રસંગે યુવાનોએ નો ડ્રગ્સ ના શપથ ડ્રગ જેવા દુષણથી દૂર રહેવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ગિનિસ વર્લ્ડ રેકોર્ડસ, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડન અને ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડ ના પ્રતિનિધિઓએ રેકોર્ડ જાહેર કર્યો હતો.
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી નવરાત્રી પર્વ દરમિયાન માં અંબાની આરાધના કરે છે અને નકોરડા ઉપવાસ પણ કરે છે. તેમણે માં અંબા પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરતો ભાવભર્યો ગરબો “માડી” રચ્યો હતો, આ ગરબા પર આજે અહીં લાખોની મેદનીમાં લોકો ગરબે રમવા પધાર્યા છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. ગુજરાત પર મા અંબાના આશીર્વાદ સતત વરસતા રહે તેવી શુભકામના સી.આર.પાટીલે વ્યક્ત કરી હતી.
- Advertisement -
રાજકોટ શહેર ભાજપ સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ તેમજ ઈનક્રેડીબલ ગ્રુપ દ્વારા આયોજિત આજના ગરબા મહોત્સવમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદ રામભાઈ મોકરીયા, મોહનભાઈ કુંડારીયા, વિનોદ ચાવડા, મેયરનયનાબેન પેઢડીયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, ધારાસભ્યો સર્વ રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઇ કાનગડ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, બ્રિજેશભાઈ મેરજા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ અગ્રણીઓ જૈમિન ઠાકર, મનીષભાઈ રાડીયા, પુષ્કર પટેલ, રાજુભાઈ ધ્રુવ, ડી વી મહેતા સહિત પદાધિકારીઓને લાખોની સંખ્યામાં ગરબે રમવા ખેલૈયાઓ ઉપસ્થિત રહ્યા હતા.