‘મરીઝ’ માણસની લ્યાનતનું શું પૂછવાનું?, પશુમાંથી-પક્ષીમાંથી ય લીધી મદિરા…
‘ઘાયલ’ સાહેબે લખેલું કે, પતને પીતાં નથી આવડતું મૂર્ખ મન મારા, પદાર્થ એવો કયો છે કે શરાબ નથી?’ -પણ જો વિશ્વમાં જેટલા પદાર્થોમાંથી શરાબ બને છે એ જાણીએ તો થાય કે પદાર્થ કયો એવો છે કે જેમાંથી શરાબ બની નથી!
- Advertisement -
મરીઝે લખેલું કે –
નથી કોઈ તારામાં વિધી મદિરા,
ગમે ત્યાં ગમે ત્યારે પીધી મદિરા
‘મરીઝ’ એની ન્યામતનું શું પૂછવાનું?
ફળોમાં, અનાજોમાં દીધી મદિરા
ફળો અને અનાજ તો છોડો દુનિયાના લોકોએ પશુ-પ્રાણી અને પક્ષીઓમાંથી પણ મદિરા બનાવી કાઢી છે. ‘મરીઝ’ સાહેબનો શેર રિમિક્સ કરવાનું મન થઈ જાય કે –
‘મરીઝ’ માણસની લ્યાનતનું શું પૂછવાનું?
સાલાએ પશુમાંથી-પક્ષીમાંથી ય લીધી મદિરા…
કેટલાક દારૂ તો એવી એવી રીતે અને એવી એવી ચીજોમાંથી બનાવાયા છે કે બધાં અહીં લખી પણ શકાય એવા નથી. એવા શરાબોની વાત ટાળીને વાત કરીએ વિશ્વમાં પ્રચલિત કેટલાક વિચિત્ર દારૂ વિશે.
ઓરેગાનો, ટામેટા-લસણની ફ્લેવરવાળી પિઝા બિયર
ના, મારો મતલબ પિઝા અને બિયર એવો નથી. આ બિયરની જ ફ્લેવર છે. જે લસણ-ટામેટા અને ઓરેગાનો વગેરેથી તૈયાર કરવામાં આવે છે. આ બિયરનું નામ પણ ઈન્ટ્રેસ્ટિંગ છે – પમામા મિયાંથ બિયર. આ બિયરની દરેક બેંચ માર્ગારિટા પિઝાના ઈન્ગ્રિડિયન્સમાંથી તૈયાર થાય છે. પિઝાના તમામ મસાલાઓને બારિક પીસીને એને ટી-બેગ જેવી બેગમાં ભરવામાં આવે છે અને એને બિયરમાં બ્લેન્ડ કરવામાં આવે છે. જેના કારણે બિયરમાં પિઝાની ફ્લેવર આવે છે. આ બિયર માત્ર મિડવેસ્ટ અમેરિકામાં જ મળે છે, પણ ઓનલાઈન ઘણી જગ્યાએ ઉપલબ્ધ છે.
- Advertisement -
બિયર ઈઝ લિક્વિડ બ્રેડ?, તો આ લો બ્રેડમાંથી બનાવાયેલી બિયર!

બિયરને ઘણીવાર પલિક્વિડ બ્રેડથ પણ કહેવાય છે કારણ કે એમાં પણ એ જ તત્વો હોય છે જે બ્રેડમાં હોય છે – અનાજ, ફૂગ અને પાણી. બન્નેનો બેઝ સરખો છે, પણ ઊંદફતત બિયર તો સાચેસાચ બ્રેડમાંથી જ બનાવવામાં આવે છે. જોકે, એમાં આલ્કોહોલનું પ્રમાણ સાવ જ નજીવુ એટલે કે માત્ર 1.2 ટકા જ હોય છે. માટે આને બિયર નહીં, પણ પનિયર બિયરથ પણ કહી શકાય. આ બિયર પરંપરાગત રીતે ઉનાળામાં પીવાય છે. હવે તો જોકે રશિયા અને ઉઝબેકિસ્તાન જેવા દેશોમાં બારેમાસ વેંચાય છે.
Kumis : ઘોડાંના દૂધનો દારૂ, ચંગેઝ ખાન ભી પીતાં થા!
કહે છે કે મદિરાલયમાં બેસીને તમે દૂધ પણ પીવો તો લોકોને તો એ દારૂ જ લાગવાનો, પણ જો તમે દૂધમાંથી બનતો દારૂ અથવા તો દૂધવાળો દારૂ જ પી રહ્યાં હોવ તો? મધ્ય એશિયામાં ઘોડાંના દૂધના દારુ કુમિસનું ચલણ છે. ટર્કિઝ અને મોંગોલ પ્રદેશોનું આ પરંપરાગત પીણું છે અને કહે છે કે ચંગેઝ ખાન પણ કુમિસ બહુ ઢીંચતો હતો. જાપાનમાં કેટલાક દૂધ અને બિયર ભેગા કરીને બિયર પ્લસ મિલ્ક એટલે કે બિલ્ક બનાવીને પીવે છે.
બેબી માઉસ વાઈન :
આ ચીનકાઓ ના કરે એટલું ઓછું!
હા, અહીં એવી જ કંઈક વાત છે જે આ હેડિંગ વાંચીને તમે સમજી રહ્યાં છો. રાઈસ બેઝ્ડ વાઈનની બોટલના તળિયે એ લોકો મરેલા ઉંદર ભરીને વાઈનને એજ્ડ કરે. કહે છે કે આ વાઈનના મેડિકલ ફાયદાઓ પણ છે. કોઈ નવાઈ નથી કે બેબી માઉસ વાઈન ચીન અને કોરિયામાં ભયંકર લોકપ્રિય છે.
શું કહ્યું? શરાબ ઝેર છે!, તો આ લો સાપ-વિંછીનો દારુ
ચીન અને સાઉથ એશિયાના કેટલાક દેશોની માર્કેટમાં તમને એવા દારૂની બોટલ્સ જોવા મળી શકે છે કે જેમાં મરેલો સાંપ કે વિંછી ભર્યો હોય. રાઈસ બેઝ્ડ વાઈન અથવા અન્ય અનાજના દારૂ કે સ્થાનિક વ્હીસ્કીમાં એ લોકો આવા પ્રયોગો કરે છે. ચાઈનિઝ માને છે કે આવા દારૂના પણ મેડિકલ ફાયદાઓ છે. હોવ… નશાકારક પદાર્થો માટે અંગ્રેજીમાં પેલું પૂછે છે ને કે, – ‘વોટ્સ યોર પોઈઝન?’ – એ શબ્દસ: સાચુ લાગે છે હોં. એવું નથી કે થાઈલેન્ડ, ચીન, વિયેતનામ કે કોરિયાવાળા જ આવા ધંધા કરે છે. ઈંગ્લેન્ડમાં પણ પસ્કોરપીયન વોડકાથનું ચલણ છે. આપણે જેમ લીંબુના ગાર્નિશિંગ સાથે કોકટેઈલ લઈએ એ જ રીતે ત્યાંના અમુક બારમાં વિંછીના ગાર્નિશિંગ સાથે આ વોડકા સર્વ થાય છે. જે પધ અલ્ટિમેટ શોટથ નામે ઓળખાય છે. આના વિશે વધારે જાણવું હોય તો આખી વેબસાઈટ પડી છે.
Absinthe: બાદિયા અને વરિયાળીનો એવો દારુ જે એના જનક દેશમાં જ બેન છે
લીલી વરિયાળી અને બાદીયામાંથી બનતો દારૂ અબતશક્ષવિંય લિજેન્ડરી લિકરની કેટેગરીમાં આવે છે. એમાં આલ્કોહોલનું પ્રમાણ ખુબ વધારે હોવાથી એ પીનારાઓ પર એની ગંભીર સાયકોલોજીકલ ઈફેક્ટ થતી હોવાથી અમેરિકા અને યુરોપના ઘણા દેશોમાં એ લગભગ આખી વીસમી સદી દરમિયાન બેન હતો. ઈવન એના જનક દેશ સ્વિટ્ઝર્લેન્ડના તો બંધારણમાં એને પ્રતિબંધીત ઘોષિત કરી દેવાયો છે. લીલા કલરનો આ દારૂ સાકરના ગાંગડા સાથે સર્વ કરવામાં આવે છે.]
Becherovka : ચેક રિપબ્લિકવાળા આની રેસિપી જ જાહેર નથી કરતાં
1807થી બનતા આ દારૂનું મૂળ તત્વ તો વરિયાળી જ છે, પણ કહે છે કે આમાં 34 જેટલા અલગ અલગ મસાલાઓનું ઉમેરણ થાય છે. એ મસાલાઓ અને એનું પ્રમાણ ચેક રિપબ્લિકવાળા જાહેર નથી કરતાં. કારણ કે આમાં એમની મોનોપોલી છે. કહે છે કે આ દારૂ જે કંપની બનાવે છે એમાં પણ સમગ્ર પ્રોડક્શન ચેઈનમાં માત્ર બે જ વ્યક્તિઓને આની સંપૂર્ણ રેસિપી ખબર હોય છે.
બિયર્ડ બિયર : દાઢીમાં વળેલી ફૂગમાંથી બનાવાતી બિયર
અમેરિકાના કેટલાક ગાંડીયાઓ દાઢીમાં વળેલી જંગલી ફૂગમાંથી બનાવાયેલી બિયર ઢીંચે છે બોલો…! ઓર યે તો કુછ ભી નહીં હૈ. આનાથી પણ વર્સ્ટ જાણવું હોય તો આર્કટિકની જયફલીહહ વાઈન કે ‘હેર ઓફ ધ ડોગ’ ઇફભજ્ઞક્ષ વોડકા વિશે સર્ચ કરી જોજો.
ચીલી : ઝાકળની બિયર!
ચીલીમાં ફોગ બિયર બને છે. એ લોકો રણપ્રદેશમાં નેટ પર ઝાકળ ભેગી કરે. એ ઝાકળનું જે પાણી થાય એની બિયર બનાવે. એને એમણે ફોગ બિયર નામ આપ્યું છે. હોવ…
વેનેઝુએલા : ઈન્સ્ટન્ટ કોફી રમ શોટ
રમનો શોટ લેવાનો, એમાં થોડું લીંબુ નાંખવાનું. પછી એમાં બ્રાઉન સુગર અને ઈન્સ્ટન્ટ કોફીનું બ્લેન્ડ કરવાનું. વેનેઝુએલાનો ઈન્સન્ટ કોફી રમ શોટ તૈયાર છે.