સંધના કાર્યાલયનો બહાર મજબૂત જાપ્તો ગોઠવી દેવામાં આવ્યો
ખાસ-ખબર સંવાદદાતા
દેશના અનેક રાયોમાં અશાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેની વચ્ચે સઘં પરિવારના એકસાથે 6 કાર્યાલયોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અને પોલીસ તત્રં ધંધે લાગી ગયું છે.
- Advertisement -
લખનૌના પોલીસ મથકમાં આ મુજબનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ વોટસએપના માધ્યમથી એવી ધમકી આપવામાં આવી છે કે, લખનૌના બે અને કર્ણાટકના ચાર સઘં પરિવારના કાર્યાલયોને બોમ્બ વડે ઉડાવી દેવામાં આવશે.
વોટસએપ પર મળેલી આ ધમકીના આધાર પર પોલીસ દ્રારા તપાસ ગતિશીલ બનાવવામાં આવી છે અને તમામ સંઘ કાર્યાલયો પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી દેવામાં આવી છે. કોઈ ટપોરી લોકોએ આ પ્રકારની ધમકી આપી છે કે કોઈ ગેંગ કે આતંકી તત્વોનો હાથ છે? તે દિશામાં પોલીસે તપાસ ઝડપી બનાવી છે.
કર્ણાટક અને યુપીના લખનૌ ખાતેના સંધ પરિવારના કાર્યાલયનો બહાર મજબૂત જાપ્તો ગોઠવી દેવામાં આવ્યો છે અને ચેકિંગની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
- Advertisement -
જો કે અત્યાર સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. સઘં પરિવારના નેતાઓને પહેલેથી જ સુરક્ષા આપવામાં આવી છે અને હવે તેમાં વધારો કરવામાં આવી રહ્યો છે તેમ પોલીસે જણાવ્યું છે