જમીનનાં ભાવ 25થી 40% સુધી ઘટી જાય, તેવી શકયતા: મિલકતોમાં થતા બેફામ કાળા વ્યવહારો અટકાવવા અને જમીનોનાં ભાવ નીચા લાવવા નિર્ણય
રિયલ એસ્ટેટનો એકપણ સોદો સરકારની નજરમાંથી છટકી નહિ શકે: ગરીબ, મધ્યમ વર્ગને જબરદસ્ત ફાયદો થશે
- Advertisement -
રિયલ એસ્ટેટમાં બે નંબરનું કે બેનામી રોકાણ હોય તો અત્યારથી જ ચેતી જજો, નરેન્દ્ર મોદી સરકાર હવે પ્રોપર્ટી માટે પણ શેર બજાર જેવું ડિમેટ એકાઉન્ટ લાવવા જઇ રહી છે! જમીન-મકાન-ફલેટ, દુકાન, ગોદામ સહિતની મિલકતો ખરીદવા-વેંચાણ કરવા માટે મિલકતોનું પણ ડીમેટ એકાઉન્ટની યોજના અમલી કરવા જઇ રહ્યા હોવાનું ટોચના સૂત્રોમાંથી જાણવા મળેલ છે. ડીમેટ એકાઉન્ટમાં તમામ મિલકતોની નોંધો કરાશે. બેન્કીંગથી જ ખરીદ વેંચાણ થઇ શકશે. આ નવો કાયદો અમલી થાય તો રિયલ એસ્ટેટમાં મોટો કડાકો આવે અને મિલકતોના ભાવ 25 થી 40 ટકા જેવા તૂટી જાય તેવા અણસાર મળી રહ્યા છે. દેશભરમાં મિલકત ખરીદ-વેચાણમાં બેનામી વ્યકિતઓના નામે મોટા પાયે મિલકતોની ખરીદ-વેંચાણ થાય છે. ગરીબો માટે ઘરનું ઘર ખરીદવુ કપરૂ બન્યું છે. આ સ્થિતિ વડાપ્રધાન મોદી ખૂબ સારી રીતે જાણી ચુકયા છે. જંગી અને બજારભાવ સમકક્ષ કરવાની સાથો સાથ હવે રિઅલ એસ્ટેટના કાયદામાં પણ ઘરખમ ફેરફાર આવી રહ્યા છે અને નવા કાયદામાં કોઇ ત્રુટી રહે નહી તે માટે નિષ્ણાંતો કાયદો બનાવવા કામે લાગ્યા છે.
ટુંક સમયમાં જ મોદી રીઅલ એસ્ટેટમાં કાળ બની ત્રાટકે અને મોટી સર્જીકલ સ્ટ્રાઇક કરે તેવા નિયમો દેશભરમાં અમલી કરવા જઇ રહ્યા હોવાનું સૂત્રોએ ઉમેર્યુ છે. નવા કાયદા પછી જમીન અને મકાનોના ભાવમાં ભારે ઘટાડો થવાની સંભાવના છે. 2014 પછી, રિયલ એસ્ટેટમાં 20 થી 35 ટકાનો ઘટાડો થયો છે. આગામી એક-બે વર્ષમાં, આશરે 25થી 40 ટકા ઘટાડો થઈ શકે છે. જેમ વ્યક્તિ ડીમેટ ખાતું ખોલ્યા પછી જ શેર ખરીદી અથવા વેચી શકે છે. એ જ રીતે, જમીન, ઘર, દુકાન, મોલ વગેરેની સંપૂર્ણ વિગતો ડીમેટ ખાતામાં રેકોર્ડ કરવામાં આવશે. કોઈ ડીમેટ ખાતા વિના જમીન, ઘર, દુકાન વગેરે ખરીદી શકશે નહિ.