શહેર ભાજપના સંગઠનમાં તોળાઇ રહ્યા છે મોટા ફેરફાર
રાજકોટ શહેર ભાજપ પ્રમુખની ટર્મ પૂર્ણ થઇ ગઈ છે હવે ગમે ત્યારે (તહેવાર) પછી નવા પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, ગુજરાત ભાજપમાં નવા પ્રમુખ સી આર પાટીલની નિમણૂકથી અનેક સમીકરણો બદલાઈ ગયા છે. રાજકોટ શહેર ભાજપ કાર્યાલયમાં જે તે સમયે નવા પ્રમુખના દાવેદાર માટે પ્રદેશ ભાજપે સેન્સ લીધી હતી સેન્સમાં માત્ર વર્તમાન પ્રમુખ કમલેશ મિરાણીનું નામ જ ઉપસી આવ્યું હતું અને સિંગલ નામ જ ગયું હતું પણ સુત્રોના જણાવ્યા અનુસાર હવે કદાચ નવા શહેર પ્રમુખની નિમણૂક થઇ શકે છે. જોકે ભાજપના આંતરિક વર્તુળો કમલેશ મીરાણીને જ રિપીટ કરવામાં જ આવશે તેવું માની રહ્યા છે. વચ્ચે
એક પાટીદાર પાત્રનું નામ પણ ઉપસ્યું હતું. પણ રાજકીય પંડિતોના મતે પાટીલજી જરાક ‘હટકે હોવાથી’ જ્ઞાતિવાદ દૂર કરવા ઉપર ‘ભાર’ મૂકી રહ્યા છે જો તો ની સ્થિતિમાં સંગઠનમાં અનુભવોમાં કાશ્યલ શુક્લ અને દેવાંગ માંકડનું નામ ચાલી રહ્યું છે તો યુવામાં પુષ્કર પટેલ પણ આવી શકે તેમ છે. ભાજપ હંમેશા કંઈક નવું કરવામાં જ માને છે ત્યારે કોથળામાંથી બિલાડું કાઢે તો નવાઈ નહિ અંતે તો રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું વતન છે રાજકોટ જે નામ પસંદ કરવામાં આવશે તે રૂપાણી જ નક્કી કરશે તેઓની પહેલી પસંદ કમલેશ મીરાણી જ હોવાથી તેના રીપીટની શક્યતા મજબૂત બની છે.
ભંડેરીને રાજ્યસ્તરે સંગઠનમાં મોભાદાર હોદ્દો મળવાની સંભાવના
મ્યુ.ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની ટર્મ પૂરી થઇ રહી છે. સંગઠનના તેમના બહોળા અનુભવનો લાભ સમગ્ર ગુજરાત ભાજપને મળે તે હેતુથી તેમને ભાજપ મહામંત્રીનો વજનદાર અને જવાબદારીભર્યો હોદ્દો મળે તેવી સંભાવના દેખાઇ રહી છે.