શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે INIFDનું વિદ્યાર્થીઓનો ઈન્ટિરીયર એક્ઝિબિશન યોજાયું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના રેસકોર્ષ ખાતે આવેલ ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે બે દિવસ ઈન્ટિરીયર ડિઝાઈનીંગનું એક્ઝિબિશન ગોઠવવામાં આવ્યું છે. ફેશન ડિઝાઈનિંગ અને ઈન્ટિરીયર ડિઝાઈન (ઈંગઈંઋઉ)ના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રકારના લાકડાના અને પ્લાન્ટનું ઈન્ટિરીયરને પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ પ્રકારના લાકડામાંથી બનતા શો પીસ, ફ્લાવર પીસ, ઝૂમર તથા ચિત્રોનો સમાવેશ થાય છે.
પ્રદર્શનમાં મુકવામાં આવેલા ચિત્રમાં ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત રાખવાનો સંદેશો અપાયો છે. જ્યારે ઈન્ટિરીયર ડિઝાઈન દ્વારા તૈયાર થયેલ અલગ અલગ વસ્તુઓ ઘરની સુંદરતામાં વધારો કરે છે.
આ એક્ઝિબિશનમાં વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિઓ જોવા મળી હતી. આ એક્ઝિબિશનને જોવા આર્ટ ગેલેરીમાં ભીડ ઉમટી પડી હતી. અલગ અલગ ડિઝાઈનની વસ્તુઓ જોઈને લોકો મંત્રમુગ્ધ થયા હતા. વિદ્યાર્થીઓની મહેનતના લોકોએ ભરપૂર વખાણ પણ કર્યા હતા.