પ્રાણપ્રતિષ્ઠા પહેલાં રામલલ્લાનો અનોખો શ્રૃંગાર
અલીગઢથી 400 કિલોનું તાળું આવ્યું: ફૂલોથી સજીને તૈયાર થઈ ગઈ રામનગરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
અયોધ્યામાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલી પ્રાણપ્રતિષ્ઠા અનુષ્ઠાનનો શુક્રવાર, 19 જાન્યુઆરીએ ચોથો દિવસ હતો. રામલલ્લાની સંપૂર્ણ તસવીર સામે આવી. રામલલ્લાનો આખો ચહેરો પહેલીવાર જોવા મળ્યો. આજે રામલલ્લાને અનોખો શ્રૃંગાર કરવામાં આવ્યો છે. પ્રતિમા વિશે, શનિવારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે કહ્યું કે, પ્રાણપ્રતિષ્ઠા પહેલા નવી પ્રતિમામાં ભગવાનની આંખો પરથી પાટા ખોલી શકાય નહીં. જો પ્રતિમામાં આંખો ઉપર કપડું ન દેખાય તો તે ખોટું છે. આની તપાસ થવી જોઈએ. આજે રામલલ્લા વાસ્તુ શાંતિ પછી સિંહાસન પર બિરાજશે. આ પહેલા સવારે શક્રધિવાસમાં, ફળાધિવાસમાં અને સાંજે પુષ્પાધિવાસમાં બિરાજશે. પાકિસ્તાનથી હિંગળાજ શક્તિપીઠનું જળ અયોધ્યા પહોંચશે.
- Advertisement -
વડાપ્રધાને તમિલનાડુના રંગનાથસ્વામી મંદિરમાં પૂજા પણ કરી
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે તમિલનાડુના તિરુચિરાપલ્લી પહોંચ્યા હતા. ઙખએ શ્રીરંગમમાં શ્રી રંગનાથસ્વામી મંદિરમાં પૂજાઅર્ચના કરી. તેમણે હાથીને ગોળ ખવડાવીને આશીર્વાદ લીધા હતા. રંગનાથસ્વામી મંદિરની મુલાકાત લીધા બાદ મોદી શ્રી રામાયણ પારાયણ કાર્યક્રમમાં ભાગ લેશે.
રામમંદિરમાં ભગવાન રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણાં મંદિરોમાં જઈ રહ્યા છે. આ શ્રેણીમાં ઙખ મોદી શનિવારે (20 જાન્યુઆરી) સવારે તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં શ્રી રંગનાથસ્વામી મંદિરે દર્શન કર્યા હતા. આ પછી, લગભગ 2 વાગ્યે તેઓ રામેશ્ર્વરમ પહોંચશે અને શ્રી અરુલમિગુ રામનાથસ્વામી મંદિરમાં દર્શન અને પૂજા કરશે.
ઙખઘએ ઙખ મોદીની મુલાકાત સંબંધિત આ માહિતી શેર કરી છે. શ્રી રંગનાથસ્વામી અને રામેશ્ર્વરમ મંદિરો ભગવાન રામના જીવન સાથે સંકળાયેલા છે. 22 જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા સમારોહ પહેલાં વડાપ્રધાન રામાયણમાં ઉલ્લેખિત મંદિરોની મુલાકાત લઈ રહ્યા છે.
શ્રીરંગમમાં રંગનાથસ્વામી મંદિરની મુલાકાત લીધા બાદ તેઓ શ્રી રામાયણ પારાયણ કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં 8 અલગ-અલગ પરંપરાગત મંડળો ભગવાન રામના અયોધ્યા પરત ફરવાની કથાનું વર્ણન કરશે. આ મંડળો સંસ્કૃત, અવધિ, કાશ્ર્મીરી, ગુરુમુખી, આસામી, બંગાળી, મૈથિલી અને ગુજરાતી રામકથાનું પઠન કરશે.
શ્રી અરુલ્મિગુ રામાનાથસ્વામી મંદિરની મુલાકાત દરમિયાન, વડાપ્રધાન મોદી ભજન સંધ્યામાં પણ ભાગ લેશે, જ્યાં સાંજે મંદિર પરિસરમાં અનેક ભક્તિ ગીતો ગાવામાં આવશે.