ચિત્ર પ્રદર્શનમાં જાહેર જનતાને નિ:શુલ્ક પ્રવેશ રહેશે
ચિત્ર પ્રદર્શન તથા પુસ્તકનું વિમોચન નામાંકિત ચિત્રકાર વૃંદાવન સોલંકીના વરદ્દ હસ્તે કરવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી પલ્લવી આર્ટ ફાઉન્ડેશન દ્વારા સ્વ. પલ્લવીબેન કિશોરભાઈ ત્રિવેદી દ્વારા તૈયાર કરેલ ચિત્રોના પ્રદર્શન અને શૈલી ત્રિવેદી દ્વારા ચિત્રકલા પર રચિત અ બ્લેઝ ઇન સાયલન્સ પુસ્તકનું વિમોચન કરવા માટે કાર્યક્રમનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમનો શુભારંભ તા. 6-9ને શનિવારના રોજ સાંજે 5.30 કલાકે, ડો.શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્ષ સંકુલ ખાતે કરવામાં આવશે. આ ચિત્ર પ્રદર્શન તથા પુસ્તકનું વિમોચન દેશના વરિષ્ઠ અને નામાંકિત ચિત્રકાર વૃંદાવન સોલંકીના વરદ્દ હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
ચિત્ર પ્રદર્શન તારીખ અને સમય
તા. 6-9, સાંજે 6.30થી 8
તા. 7 અને 8, સવારે 10થી 2 અને સાંજે 4થી 8