વલ્લભીપુર નર્મદા કેનાલ પાસે આવેલ ખેડૂતો જમીન ધોવાના કારણે રોવાનો વારો આવ્યો

સુરેન્દ્રનગર ની સાથે લીંબડી તાલુકામાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે, ત્યારે લીંબડી તાલુકાના ખેતરોમાં પણ પાણી ભરાઇ જવાની સમસ્યા ખેડૂતોને સતાવી રહી છે, રામરાજપર ગામ પાસે આવેલ વલભીપુર શાખાની કેનાલ ની દિવાલ પણ તૂટી જવા પામી છે, તાલુકાના રામરાજપર ગામે ખેડૂતોના ખેતરોમાં પાણી નિકાલની સમસ્યા સર્જાતા ખેતરોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા બળવત્તર બની રહેવા પામી છે, ખાસ કરીને ચોમાસાની સિઝનમાં આ પંથકના ખેડૂતોએ મગફળી,બીટી કપાસ,એરંડા, ખારેક, લીંબુ સહિતના પાકનું વાવેતર કર્યા બાદ પાક નિષ્ફળ જવાની ભીતિ વ્યક્ત થવા પામી છે. ખેતરોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા ને કારણે નાના ટીંબલા ગામ પાસે પણ વરસાદી પાણીની સમસ્યા સર્જાવાની ભીતિ વ્યક્ત થવા પામી છે, આથી ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય તેવું ખેડૂતો ઇચ્છી રહ્યા છે.


(દિપકસિંહ વાઘેલા – લીંબડી)