મેટા દ્વારા નવી માઇક્રોબ્લોગિંગ એપ્લિકેશન થ્રેડ્સ એપ તમામ યુઝર્સ માટે લાઈવ થઈ ગઈ છે અને એલન મસ્કની સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટરને તેની સીધી ટક્કર મળવા જઈ રહી છે.
લોકપ્રિય સોશિયલ મીડિયા કંપની મેટા દ્વારા નવી માઇક્રોબ્લોગિંગ એપ્લિકેશન થ્રેડ્સ લોન્ચ કરવામાં આવી છે. આ એપમાં યુઝર્સને ટ્વિટર જેવું ઈન્ટરફેસ અને ફીચર્સ મળશે અને તેઓ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની મદદથી સાઈન-અપ અથવા લોગઈન કરી શકશે.
- Advertisement -
Threads એપ તમામ યુઝર્સ માટે લાઈવ થઈ
જણાવી દઈએ કે થ્રેડ્સ એપ તમામ યુઝર્સ માટે લાઈવ થઈ ગઈ છે અને એલન મસ્કની સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટરને તેની સીધી ટક્કર મળવા જઈ રહી છે. એ વાત તો નોંધનીય છે કે Meta લાંબા સમયથી Threads એપ પર કામ કરી રહ્યું છે અને હવે તેને Android અને IOS પ્લેટફોર્મ પરના તમામ યુઝર્સ માટે લાઇવ કરવામાં આવ્યું છે.
— Mark Zuckerberg (@finkd) July 6, 2023
- Advertisement -
માર્ક ઝુકરબર્ગ શેર કર્યું MEME
હાલ મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ 11 વર્ષમાં પહેલી વખત સ્પાઈડરમેન મિમ જે બીજા સ્પાઈડરમેન સામે ઈશારો કરે છે એ પોસ્ટ કરીને ટ્વિટ કર્યું હતું. તે થ્રેડ્સ અને Twitter સંદર્ભ હોવાનું જણાયું હતું. થ્રેડ્સ એ ટ્વિટરને ટક્કર આપતી એપ્લિકેશન છે.
મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ ગુરુવારે જણાવ્યું હતું કે ટ્વિટર પાસે એક અબજથી વધુ યુઝર્સ સાથે સાર્વજનિક કન્વર્ઝેશન એપ્લિકેશન બનવાની તક હતી પરંતુ તે તેનો લાભ ઉઠાવી શક્યું નહીં, એમએમએ ફાઇટર માઇક ડેવિસના જવાબમાં પૂછવામાં આવ્યું કે શું થ્રેડ્સ ટ્વિટર કરતા મોટું બની શકે છે તેના જવાબમાં ઝુકરબર્ગ કહ્યું, “તેમાં થોડો સમય લાગશે… આશા છે કે અમે કરીશું.”
એકાઉન્ટ બનાવવા માટે Instagram પરથી કરી શકાશે LOG-IN
આ સાથે જ ખાસ વાત એ છે કે આ એપ્લિકેશનમાં એકાઉન્ટ બનાવવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર નથી અને તેઓ તેને Instagram એકાઉન્ટ દ્વારા જ સેટઅપ કરી શકે છે. એપનું ઈન્ટરફેસ ઈન્સ્ટાગ્રામથી પ્રેરિત છે અને ફીચર્સ ટ્વિટર જેવા જ છે.
trying to use threads and twitter at the same time pic.twitter.com/PkBMBWqWAx
— kira 👾 (@kirawontmiss) July 6, 2023
આ રીતે થ્રેડ્સ એપ ડાઉનલોડ કરી શકશે
નવી થ્રેડ્સ એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર બંને પર લિસ્ટ કરવામાં આવી છે, જ્યાંથી તેને સીધી ડાઉનલોડ કરી શકાય છે. આ એપનું આઇકન ‘@’ ચિહ્ન જેવું છે અને તેને Instagram દ્વારા વિકસાવવામાં આવ્યું છે. થ્રેડ્સ એકાઉન્ટ એપ ડાઉનલોડ કર્યા પછી, તમે તેને ખોલતાની સાથે જ તમને Instagram ની મદદથી લોગિનનો વિકલ્પ આપવામાં આવશે.જો તમે પહેલાથી જ તમારા ફોન પર Instagram નો ઉપયોગ કરો છો, તો પછી એક જ ટેપ અને મંજૂરી પછી, તમને લોગ ઇન કરવામાં આવશે અને તમારી પ્રોફાઇલ સેટ કરવા માટે કહેવામાં આવશે.
ટ્વિટરનો વિકલ્પ બની શકે છે થ્રેડ્સ
એલન મસ્ક દ્વારા ખરીદ્યા બાદથી ટ્વિટરમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે, જે યુઝર્સને પસંદ નથી આવી રહ્યા. તાજેતરમાં યુઝર્સ દરરોજ કેટલી ટ્વીટ જોઈ શકે તેના પર મર્યાદા નક્કી કરવામાં આવી છે અને લૉગિન વિના ટ્વીટ જોવાનો વિકલ્પ પણ હટાવી દેવામાં આવ્યો છે.આવી સ્થિતિમાં, થ્રેડ્સ એપ એક નવો વિકલ્પ બની શકે છે અને તેના પર થ્રેડને ફરીથી શેર, લાઇક અથવા શેર કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે અને યુઝર્સ તેને લાઇક પણ કરી શકે છે.