તા. 26ના રોજ ઝોન કક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલા સ્પર્ધકોની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે પ્રથમ વખત સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બીજા તબક્કામાં વોર્ડ કક્ષાએ કેટેગરી વાઈઝ વિજેતા થયેલા 6-6 સ્પર્ધકોની ઝોન કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી.
યોગનો પ્રચાર પ્રસાર થાય અને યોગને પ્રોત્સાહન મળે તે માટે આ વર્ષે પ્રથમ વખત સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવાનું ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જે અન્વયે જિલ્લા રમતગમત વિભાગ, યોગ બોર્ડ, યુવા બોર્ડ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધા વોર્ડ કક્ષાએ તા. 19ના રોજ યોજાઈ હતી જ્યારે આજરોજ ઝોન કક્ષાની સ્પર્ધા યોજાઇ. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહ્યા હતા. આગામી તા. 26ના રોજ ઝોન કક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલા સ્પર્ધકો માટે મહાનગરપાલિકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાશે.
આ સ્પર્ધામાં અલગ અલગ ઝોનમાં મહાનુભાવ તરીકે સ્પર્ધામાં અધ્યક્ષ તરીકે મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પૂજારા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, બાંધકામ સમિતિના ચેરમેન ભાવેશભાઈ દેથરિયા, માધ્યમિક શિક્ષણ સમિતિ ચેરમેન રસિલાબેન સાકરીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્ર્વિનભાઈ પાંભર, એસ્ટેટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠીયા, પ્લાનિંગ સમિતિ ચેરમેન ચેતનભાઈ સુરેજા, કોર્પોરેટર પરેશભાઈ આર. પીપળીયા, નરેન્દ્રસિંહ વાઘેલા, નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, ઈ.ચા. નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, સીટી એન્જી. પી.ડી. અઢિયા, કે. કે. મહેતા, મેનેજર દીપેન ડોડીયા, ભરત કાથરોટીયા, કૌશિક ઉનાવા, વિપુલ ઘોણીયા, નીલેશ કાનાણી, ફાલ્ગુની કલ્યાણી, સિદ્ધાર્થ પંડ્યા, ડી.એસ.ઓ. રમાબેન, યોગ બોર્ડના શિક્ષકો, ટ્રેનર, કોચ, જજ તથા સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.1 થી 18માં તા.19ના રોજ વોર્ડ કક્ષાની સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં કુલ 4329 સ્પર્ધકો હાજર રહ્યા હતાં. આ ઉપરાંત જુદી-જુદી શાળાઓમાં તથા સંસ્થાઓમાં પણ સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વિવિધ સંસ્થાઓ/શાળાઓમાં 15236 સ્પર્ધકો અને વ્યક્તિગત 3280 સ્પર્ધકો દ્વારા સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યો. આમ, વોર્ડ કક્ષાએ યોજાયેલ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં કુલ 22845 સ્પર્ધકો
જોડાયા હતાં.
- Advertisement -