વતનના શખસ સાથે રીલેશનશિપમાં રહેતી હોવાની આપી કબુલાત
ગોંડલ રોડ ઉપર આવેલી ખાનગી હૉસ્પિટલમાં બાળકીને આપ્યો હતો જન્મ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના મોરબી રોડ પર આવેલી મારવાડી કોલેજ ફરી વિવાદમાં આવી છે મારવાડી કોલેજમા અભ્યાસ કરતી ઝિમ્બાબ્વેની યુવતીએ ખાનગી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હોવાની માહિતી મળતાં ચકચાર મચી જવા પામી છે કુવાડવા રોડ પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી છે. મારવાડી કોલેજમાં અભ્યાસ કરતી અને રતનપરમાં રહેતી ઝિમ્બાબ્વેની 23 વર્ષીય યુવતીને રવિવારે મધરાત્રીના પ્રસૂતિની પીડા ઉપડતાં તેને ગોંડલ ચોકડી નજીક આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી જ્યાં સોમવારે સવારે 8.45 વાગ્યે તેણે બાળકીને જન્મ આપ્યો હતો યુવતીએ પોતે અપરિણીત હોવાનું હોસ્પિટલમા જણાવ્યું હતું અને બાળકીનો પિતા તેનો બોયફ્રેન્ડ ઝિમ્બાબ્વેનો જ યુવક હોવાનું કહ્યું હતું બંને લાંબા સમયથી લીવ ઈનમાં રહેતા હોવાનું જણાવતા પોલીસે બંનેની પૂછપરછ કરી હતી સોમવારે સાંજે 4 વાગ્યે યુવતીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી હોસ્પિટલના સંચાલકોએ બાળકીના જન્મ અંગે મહાનગરપાલિકામાં જાણ કરી હતી અને તેમાં બાળકીના પેરેન્ટ તરીકે માત્ર યુવતીનું જ નામ લખવામાં આવ્યું હતું અને કુંવારી યુવતી માતા બન્યાની મોડી સાંજે કુવાડવા પોલીસમાં જાણ કરવામાં આવી હતી બીજી ચર્ચાતી વિગતો મુજબ પોલીસ માધાપર ચોકડી પાસે વાહન ચેકિંગમાં હતો દરમિયાન સ્ટાફે કાર અટકાવતા તેમાંથી ઉપરોક્ત વિદેશી છાત્રો મળી આવ્યા હતા અને સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો તે પછી હોસ્પિટલ અને યુનીવર્સીટીમાં પણ તપાસ કરવામાં આવી હતી અને બંનેની પુછતાછ કરતા એવું જાણવા મળ્યું છે કે બંને લાંબા સમયથી લીવ ઇનમાં રહે છે બંને ઝીમ્બાબ્વે રહેતા તેમના વાલીઓ પણ રીલેશનશીપની વાતથી માહિતગાર હોવાની વાત કરી હતી ઉપરાંત હવે બંને પોતાના દેશ જઇ લગ્ન પણ કરવાના હોવાની પણ વાત કરી હતી.



