ભારતમાં કોરોના વાયરસના કેસો લગભગ પૂરા થઇ ગયા છે, જેની વચ્ચેમાં હવે ઝિકા વાઇરસએ સરકારની ચિંતા વધારી દીધી છે. દેશમાં હવે ઝિકા વાયરસના કેસો પણ જોવા મળી રહ્યા છે. કર્ણાટકમાં આ વાયરસનો પહેલો કેસ સામે આવ્યો છે. 5 વર્ષની છોકરીમાં આ વાયરસ જોવા મળ્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી કે. સુધાકરના જણાવ્યા અનુસાર, 5 વર્ષની છોકરીમાં ઝિકા વાયરસથી સંક્રમિત થયા પછી સાવચેત રહેવા જણાવ્યું છે. સરકાર બધા આવશ્યક ઉપાયો કરી રહી છે અે જલ્દી જ આ સંબંધમાં દિશા-નિર્દેશો જાહેર કરશે.
5 ડિસેમ્બરના ત્રણ સેમ્પલ મોકલવામાં આવ્યા હતા
સ્વાસ્થ્ય મંત્રી કે. સુધાકરએ આ વિશે જાણકારી આપતા કહ્યું કે, અમે પુણેની લેબથી જે રિપોર્ટ મળી છે, એમાં ઝિકા વાયરસ હોવાની જાણકારી મળી છે. આ સેમ્પલ 5 ડિસેમ્બરના મોકલવામાં આવ્યા હતા. તેની સાથે જ 2 વધુ સેમ્પલ મોકલવામાં આવ્યા છે. રાહતની વાત તો એ છે કે, બીજા બેની રિપોર્ટ નેગેટિવ આવી છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય વિભાગ પાંચ વર્ષની બાળકી પર નજર રાખી રહ્યું છે.
- Advertisement -
ઝિકા વાયરસના લક્ષણો
ઝિકા વાયરસના સંક્રમણ એડીજ મચ્છરના કરડવાથી ફેલાય છે. આ ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા જેવા સંક્રમણ ફેલાય છે. ઉલ્લેખનીય છે કે, કેટલાક મહીના પહેલા ઝિકા વાયરસના કેસમાં કેરળ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં જોવા મળ્યા હતા.