જામ સખપુર ગામના શખ્સને પોરબંદર ક.ઈ.ઇ.એ દેવડા ગામેથી દબોચી લીધો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર,
ઈંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતા-ફરતા એક આરોપીને પોરબંદર એલ.સી.બી. એ કુતિયાણાના દેવડા ગામ નજીકથી દબોચી લીધો છે. પોરબંદર એલ.સી.બી. ને કુતિયાણા પોલીસ મથકમાં નોંધાયેલા વિદેશી દારૂના ગુન્હાનો આરોપી દેવડા ગામે જોવા મળ્યો છે તેવી હકીકત મળી હતી જેથી પોલીસે તાત્કાલીક બાતમી મુજબના સ્થળે પહોંચી રાણા ઉર્ફે રણજીત મોરી (ઉ. વર્ષ 30) નામના એ શખ્સને દેવડા ગામે મીણસાર નદીના પુલ પાસેથી ઝડપી લીધો હતો. ઝડપાયેલો આ આરોપી મુળ જામજોધપુર તાલુકાના જામસખપુર ગામે રહેતો હોવાનું અને દારૂના ગુન્હામાં છેલ્લા પાંચેક માસથી નાસતો-ફરતો હોવાનું સામે આવ્યું હતું. જે સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. ઈન્ચાર્જ પી.આઈ. આર.કે.કાંબરીયા, એ.એસ.આઈ. બટુકભાઈ વિંઝુડા તથા એલસીબીની સમગ્ર ટીમ જોડાઇ હતી.